ભારતમાં ઘણા એવા ઐતિહાસિક મંદિરો છે, જે સદીઓથી લોકો માટે આકર્ષણનું એક કેન્દ્ર છે. આમાંનું એક “કોણાર્કનું સૂર્ય મંદિર” છે. આ ભારતના કેટલાક સૂર્ય મંદિરોમાંનું એક છે, આ મંદિર ઓરિસ્સાના જગન્નાથ પુરીથી 35 કિ.મી. દૂર આવેલા કોણાર્ક શહેરમાં સ્થિત છે. આ મંદિર ઓરિસ્સાના મધ્યયુગીન સ્થાપત્યનો એક અનોખો નમૂનો છે અને તેથી જ તેને વર્ષ 1984 માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યું. જોકે આ મંદિર તેની પૌરાણિક કથા અને આસ્થા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ અન્ય ઘણા કારણો પણ છે, જેના કારણે વિશ્વના દરેક ખૂણેથી લોકો આ મંદિરને જોવા માટે આવે છે.
લાલ રંગની રેતી અને કાળા ગ્રેનાઈટ પથ્થરોથી બનેલા આ મંદિરનું નિર્માણ રહસ્યમય છે. જો કે, એવું માનવામાં આવે છે કે, તેનું નિર્માણ ઇસ.1238 થી 64 માં ગંગ વંશના સામંત રાજા ‘નરસિંહ દેવ પ્રથમ’ દ્વારા કરાવવામાં આવ્યું હતું. કેટલીક પૌરાણિક કથાઓ મુજબ, આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામ્બ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
કોણાર્કનું મુખ્ય મંદિર ત્રણ મંડપમાં બનેલું છે. આમાંથી બે મંડપ ધરાશાયી થઈ ગયા છે, અને ત્રીજા મંડપમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અંગ્રેજોએ સ્વતંત્રતા પહેલા રેતી અને પથ્થરો આ મંદિરના તમામ દરવાજા કાયમ માટે બંધ કરાવી દીધા હતા.
એક સમયે સમુદ્ર યાત્રા કરનારા લોકો આ મંદિરને ‘બ્લેક પેગોડા’ તરીકે ઓળખતા હતા, કારણ કે એવું માનવામાં આવે છે, કે જહાજો આ મંદિર તરફ ખેંચાઈ જતા હતા, દુર્ઘટના સર્જાતી હતી. આની પાછળ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે.
એવું કહેવામાં આવે છે કે, આ મંદિરના શિખર પર 52 ટનનો એક ચુંબકીય પથ્થર સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેના કારણે સમુદ્રમાંથી પસાર થતા મોટા જહાજો મંદિર તરફ ખેંચાઈને આવી જતા હતા, જેના કારણે તેને ભારે નુકસાન થતું હતું. એવું કહેવામાં આવે છે કે, આ કારણોસર નાવિકોઓ આ પથ્થર કાઢી લીધો હતો.
પૌરાણિક કથા અનુસાર, 52 ટનનો આ પથ્થર મંદિરમાં કેન્દ્રિય પથ્થર તરીકે કામ કરી રહ્યો હતો, જેનાથી મંદિરની દિવાલોના બધા પત્થરો સંતુલિત હતા. પરંતુ તેને દૂર કરવાને કારણે, મંદિરની દિવાલો ખભળી ગઈ છે. જો કે, આ ઘટનાની કોઈ ઐતિહાસિક વિગતો ઉપલબ્ધ નથી.