ઇટાલીમાં આવેલ ‘લીનિંગ ટાવર ઓફ પીસા’ એ શિલ્પનો એક અદભૂત નમૂનો છે. આ ઇમારત તેના પાયાથી ચાર ફૂટ વળેલી છે. 184 ફૂટ ઉંચાઈ ધરાવતો પીસા મીનાર તેના વળાંકના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. એટલું જ નહીં, આ ઇમારત મજબૂત છે કે, વર્ષ 1280 થી આજ સુધી, 4 ભૂકંપના આંચકા આવ્યા છતાં તેને કાંઈ જ થયું નથી.
લીનિંગ ટાવર ઓફ પીસા ઇમારત તેના પાયાથી ચાર ફૂટ વળાંક વાળી છે. તેથી તે પડવાનો ભય હતો. વર્ષ 1280 થી આજ સુધીમાં ચાર મોટા ભૂકંપ આવ્યા છે, પરંતુ હજી પણ આ ટાવરને કાંઈ જ નુકસાન થયું નથી. તેનું આ રહસ્ય શોધવા માટે ભૌતિક તકનીકી અને માળખાકીય માહિતીનો અભ્યાસ 16 એન્જિનિયરોની ટીમે કર્યો હતો.
તેનો અભ્યાસ કરનારા સંશોધનકારોએ કહ્યું હતું કે, ભૂકંપના આંચકા પછી, પણ આ ઇમારત ઉભી છે તેની પાછળનું કારણ તેના પાયામાં નાખેલી માટી છે. એન્જીનીયરોએ શોધી કાઢ્યું કે, આ ઇમારતની માટીના કારણે ‘ડાયનેમિક સૉઇલ-સ્ટ્રક્ચર ઈંટરેક્શન’ પ્રક્રિયા થાય છે.
ઇમારતના પાયામાં રહેલી માટી નરમ હોવાના કારણે ભૂકંપની અસર આ ઇમારત પર થતી નથી. આ માટીને કારણે, ભૂકંપ આવે તો પણ તેની મજબૂતાઈ ઓછી થતી નથી.
વર્ષ 1990 માં એક ટીમ દ્વારા આ ઇમારતને સીધી કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, 186 ફૂટની ઇમારતને 1.5 ઇંચ એટલે કે 4 સે.મી. સુધી સીધી કરવામાં આવી હતી.