ખાસ કરીને મહિલાઓ સમય બચાવવા માટે એક વખતમાં આખો દિવસનો લોટ બાંધી ફ્રીજમાં રાખી દે છે. પરંતુ શુ તમે જાણો છો કે આમ કરવાથી તમે તમારા ઘરના સદસ્યોના સ્વાસ્થયની સાથે ચેડા કરી રહ્યા છે. તમારી આ આદતના કારણે દરેકના સ્વાસ્થય પર ખરાબ અસર પડી શકે છે. ચાલો તમને જણાવી દઇએ કે ફ્રીજમાં મૂકેલો લોટ સ્વાસ્થ્યને કઇ-કઇ રીતે નુકસાન પહોંચાડી શકે છે.
નિષ્ણાંતો અનુસાર તાજા લોટની રોટલી બનાવીને ખાવી જોઇએ. આપણે લોટને બાંધીને ફ્રીજમાં રાખી દઇએ તો ફ્રીજના હાનિકારક કિરણો લોટમા રહેલા પોષક તત્વોને પૂર્ણ રીતે નષ્ટ કરી દે છે. આમ ફ્રિજમાં રાખી મુકેલા લોટની બનાવવામાં આવેલી રોટલી સ્વાદિષ્ટ અને હેલ્ધી હોતી નથી.
આયુર્વેદ અનુસાર પણ વધેલા લોટનો ફરીથી ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે વાસી રોટલીનું સેવન કરી શકો છો પરંતુ ફ્રીજમાં રાખેલા લોટની રોટલી તમને બીમાર કરી શકે છે.
શાસ્ત્રો અનુસાર, વાસી લોટથી બનેલી રોટલી ભૂત ભોજન કહેવામાં આવે છે. તેને ખાવાથી વ્યક્તિનું જીવન હંમેશા રોગ અને સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. તેની સાથે જ વાસી લોટનું ભોજન કરનારા લોકો ખાસ કરીને આળસું અને ક્રોધથી ભરેલા હોય છે.
આ દરેક સિવાય વાસી લોટથી ગેસ, એસીડિટી અને કબજિયાત જેવી બીમારીઓ થાય છે જેથી તમે ઘરના સભ્યોના સ્વાસ્થ્યને સારુ રાખવા માટે આજથી જ ફ્રિજમાં પડેલા લોટનો ઉપયોગ કરવાનું છોડી દો.