Homeખબરભૂમિપૂજન દરમિયાન મુસ્લિમ યુવતીએ લખાવ્યું તેના હાથ પર શ્રી રામ, આપ્યું રામ...

ભૂમિપૂજન દરમિયાન મુસ્લિમ યુવતીએ લખાવ્યું તેના હાથ પર શ્રી રામ, આપ્યું રામ મંદિર નિર્માણ માં દાન..

રામ મંદિર નિર્માણ માટે દરેક વર્ગના લોકો વ્યાપક સહયોગ આપી રહ્યા છે. પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં, એક મુસ્લિમ યુવતીએ પણ રામ મંદિર નિર્માણમાં દાન આપીને ધાર્મિક સમરસતાનો સંદેશ આપ્યો છે, જેનો લોકો દાખલો આપી રહ્યા છે. મુસ્લિમ યુવતી અને કાયદાની વિદ્યાર્થી ઇકરા અનવર ખાને પણ 11 હજાર રૂપિયાનો ચેક દાનમાં આપ્યો છે. પરંતુ આ પહેલા, તેમણે ભૂમિપૂજન દરમિયાન બીજો એક દાખલો બતાવ્યો હતો.મંગળવારે ઇકરા ખાને તેમના નિવાસ સ્થાને અખિલ ભારતીય સંતો સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીને આ ચેક આપ્યો હતો. ઇક્રાએ કહ્યું કે ભગવાન રામ તેમના પૂર્વજ છે. મેં અયોધ્યામાં મંદિર બનાવવા માટે નાનો ટેકો આપ્યો છે. મેં રાજકારણીઓને જવાબ આપ્યો છે કે ધર્મોમાં ભિન્નતા નથી. ધર્મ એક જ છે અને તે માણસનો ધર્મ છે. એક માણસ તરીકે હું રામ મંદિરના નિર્માણમાં ભાગ લઈ રહી છું, જેનાથી હું ખુશ છું. મંદિર બન્યા પછી હું ભગવાન શ્રી રામના દર્શન કરવા પણ આવીશ.

અખિલ ભારતીય સંતો સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદે જણાવ્યું હતું કે ઇકરા અનવર પહેલી મુસ્લિમ મહિલા છે જેમણે ચેક દ્વારા રામ મંદિર નિર્માણ માટેના ધનસંગ્રહમાં 11 હજાર રૂપિયાની રકમ આપી છે.

ભૂમિપૂજનના સમયે લખાવ્યું શ્રી રામઇક્રા અનવર નામની એક વિદ્યાર્થીનીએ 5 ઓગસ્ટે અયોધ્યાના રામ મંદિર માટે ભૂમિ પૂજન થયુ હતું ત્યારે તેને ભગવાન શ્રી રામનો ટેટુ તેના હાથ પર બનાવડાવ્યું હતું. ચાંદૌલી જિલ્લાના પીડીડીયુ નગરના હનુમાનપુરના રહેવાસી ઇકરાએ જણાવ્યું હતું કે શ્રી રામથી મોટા કોઈ ભગવાન નથી.

વર્ષો પછી, આપણે બધા શ્રીરામની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. આ ક્ષણને યાદગાર બનાવવા માટે, તેણે તેના હાથ પર ટેટૂ બનાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ઇક્રાને તેનું ટેટૂ કરાવવા બદલ અભિનંદન આપ્યા. ઇકરાના પિતા અનવર અને ભાઈ યાસિર પણ શ્રી રામ મંદિરના નિર્માણથી ખુશ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments