મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજીની ઉપાસનાનો દિવસ છે. તેમની પૂજા કરવાથી તેમના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. મંગળવારના દિવસે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે, બજરંગ બાણ પાઠ કરવાથી બજરંગબલી તેના ભક્તોની બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે.
બજરંગબલીને પ્રસન્ન કરવા માટે તેના ભક્તો અનેક પાઠ-પૂજા કરે છે. હનુમાન ચાલીસા અને બજરંગ બાણનું વિશેષ મહત્વ છે. દર મંગળવારે અને શનિવારે બજરંગ બાણના પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો શક્ય હોય તો, નિયમિત બજરંગ બાણના પાઠ કરવા જોઈએ. હનુમાનજીની પૂજા કરવાથી ગમે તેટલી મોટી સમસ્યા હોય, તો પણ તે દુર થઈ જાય છે.
મંગળવારે અને શનિવારે બજરંગ બાણના પાઠ કરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં પ્રવર્તિત મંગળ દોષની અસર પણ દૂર થઈ જાય છે. દાંપત્ય જીવનમાં ખુશી લાવવા માટે શનિવારે અને મંગળવારે બજરંગ બાણના પાઠ કરવા જોઈએ.
જો શનિ, રાહુ અને કેતુ ગ્રહો નડી રહ્યા છે, તો મંગળવારે અને શનિવારે બજરંગ બાણના પાઠ 3 વખત કરવાથી, તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય થઈ જાય છે અને તમને તેના શુભ પરિણામો મળે છે.
બજરંગ બાણના પાઠ કરવાથી નોકરી-ધંધામાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. કાર્યક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે બજરંગ બાણનો પાઠ એક શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. મંગળવારે સાચા મનથી તેનો પાઠબ કરવો જોઈએ.
જો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડર છે, તો મંગળવારે અને શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી તમારો ડર દૂર થઈ જાય છે. અને નકારાત્મકતા દૂર થાય છે.
મગવારે સવારે અને સાંજે બે વાર બજરંગ બાણના પાઠ કરવાથી તમારા ગંભીર રોગો મટી જાય છે. બજરંગ બાણના પાઠ કરવાથી આરોગ્ય સ્વસ્થ રહે છે.
ઘરમાં વાસ્તુ દોષને કારણે તમામ પ્રકારની સમસ્યાઓ આવે છે. વાસ્તુ દોષ ઘરની પ્રગતિમાં એક મોટો અવરોધ છે. વાસ્તુ દોષની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ.