આપણું સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કેટલીક વખત આપાતકાલીન આવે ત્યારે આપણે શું કરવુ જોઈએ તે સમજવુ મુશ્કેલ થઈ જાય છે. આવુ જ કંઈક અચાનક બ્લડ પ્રેશરમા ઘટાડો કે વધારો થાય ત્યારે આવુ થાય છે. ઘણા લોકોને આ સમસ્યા હોય છે. લો બીપીના સમયે તાત્કાલિક શું કરવું તે અંગે લોકો જાગૃત છે. પરંતુ હાઈ બીપી ઘણીવાર મુશ્કેલીનુ કારણ બને છે. હાઈ બીપી પણ વધુ જોખમી હોય છે અને જો બીપી વારંવાર વધી રહી છે તો હૃદયરોગનુ જોખમ પણ વધે છે.
આવી સ્થિતિમા અમે હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ડો.કે.કે.અગ્રવાલ સાથે વાત કરી હતી અને જો હાઈ બીપી અચાનક આવી રહી હોય તો તે કિસ્સામાં શું કરવુ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ અમને ઘણા સૂચનો આપ્યા છે જે નિશ્ચિતરૂપે તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
હાઈ બ્લડ પ્રેશર શું છે :– જો કોઈ વ્યક્તિના બ્લડ પ્રેશરનુ રીડીગ સતત કેટલાક દિવસોથી ૧૪૦ કરતા વધારે વધી રહ્યુ છે તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે.
હાઈ બ્લડ પ્રેશર હૃદય અને મગજ પર ઘણા તાણનુ કારણ બને છે અને જો સમયસર ધ્યાન ન આપવામા આવે તો વ્યક્તિને હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે. આ બંને ચીજો હાઈ બ્લડ પ્રેશરને વધુ જોખમી બનાવે છે. જો બીપી વારંવાર વધતુ જાય અને તમને સાજા થવાની તક ન મળે તો હંમેશા આ સાવચેતી રાખશો.
૧) તમારા ઘરે બ્લડ પ્રેશર માપવાનુ મશીન રાખો. જ્યારે પણ તમને બ્લડ પ્રેશરના સ્તરમા વૃદ્ધિની અનુભૂતિ થાય ત્યારે તરત જ તેને તપાસો.
૨) જો બ્લડ પ્રેશર વધી જાય તો તરત જ પુષ્કળ પાણી પીવો.
૩) બ્લડપ્રેશર વધવાની લાગણી થાય ત્યારે તરત જ આરામ કરો એટલે કે તમે જે કામ કરી રહ્યા છો તે છોડી દો.
૪) સમાનરૂપે શ્વાસ લેતા રહો જો તમને ચક્કર આવે અથવા માથાનો દુખાવો થાય ત્યારે તમે ઊંડા શ્વાસ લેતા રહો.
૫) ખૂબ જ ગરમી અથવા તડકામા રહેવાનુ ટાળો, વૃદ્ધ લોકો ખાસ ધ્યાન આપે.
૬) તમારા ડોક્ટર સાથે સંપર્કમા રહો અને સલાહ લો.
ઘણા કિસ્સાઓમા જોવા મળ્યું છે કે વધુ તાણ અથવા ચિંતા કરવાથી બ્લડ પ્રેશર વધી જાય છે અને જો તમારો કેસ પણ આ સમાન હોય તો તમારે નીચે સૂવુ જોઈએ અથવા નીચે બેસી જવુ જોઈએ. આ પછી શાંત રહો અને ધીમે ધીમે ઉડા શ્વાસ લો. આ તકનીક હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામા મદદ કરે છે. આ દરમિયાન ચિંતા કરવી ખૂબ જીવલેણ સાબિત થઈ શકે છે.
ખાવા પીવા માટે પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. સોડિયમવાળા ખોરાકનુ સેવન ટાળો અને તે ખોરાકથી દૂર રહો જેમા મીઠાનો વધારે ઉપયોગ થાય છે કારણ કે સોડિયમ અને મીઠું બ્લડ પ્રેશર વધારે છે. હૃદયરોગના દર્દીઓ માટે પણ આ સારુ નથી.