બોલીવુડની આ અભિનેત્રીઓ છૂટાછેડા પછી પણ છે ઘણી ખુશ, જો ખાતરી ન હોય તો જાતે જ જુઓ…

0
300

લગ્ન પછી દરેક માનવીના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. કેટલાક આ ઉતાર-ચઢાવ નો સામનો કરે છે અને જેઓ આ ઉતાર-ચઢાવ નો સામનો નથી કરી શકતા, તેઓ છૂટાછેડા લઈને આગળ વધવા પર વિશ્વાસ રાખે છે. બોલિવૂડ અભિનેત્રીઓનું જીવન પણ આવું જ છે. આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નિષ્ફળ લગ્ન પછી છૂટાછેડા લઈને  ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

મલાઈકા અરોરા: મલાઇકાએ 2017 માં અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા. બંનેના લગ્ન 2007 માં થયા હતા જે 10 વર્ષ સુધી ચાલ્યા હતા. છૂટાછેડા પછી મલાઇકાએ અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં પ્રવેશ કર્યો. બંનેની બેસ્ટ બોન્ડિંગ ઘણીવાર ચર્ચામાં રહે છે, તેથી સ્પષ્ટ થાય છે કે છૂટાછેડા પછી મલાઇકા કેટલી ખુશ છે.

કરિશ્મા કપૂર: કરિશ્માએ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કાર્ય હતા પરંતુ થોડા જ વર્ષોમાં તેમની વચ્ચે એટલી કડવાશ આવી ગઈ કે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો. 2016 માં, બંનેએ છૂટાછેડા લીધા હતા અને બને બાળકોની કસ્ટડી પણ રાખી હતી. છૂટાછેડા પછી, કરિશ્મા એક માતા તરીકે બાળકોને ઉછેરવામાં ખુશ છે. આ વર્ષે કરિશ્મા વેબસીરીઝ મેન્ટલહુડ માં જોવા મળી હતી.

મનીષા કોઈરાલા: મનીષા કોઈરાલાએ વર્ષ 2010 માં ઉદ્યોગપતિ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બે વર્ષમાં જ તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. પરિણામે, તેઓએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ લીધા. આ પછી મનીષાએ ફરીથી લગ્ન કર્યા નહોતા અને ફિલ્મ કારકીર્દિ પર ધ્યાન આપતા તે સંજુ ફિલ્મમાં જવા મળી હતી. આ સિવાય તેમણે કેન્સર પર એક પુસ્તક પણ લખ્યું હતું જે ખૂબ પસંદ આવ્યું હતું.

સંગીતા બિજલાની: સંગીતાએ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા પણ આ લગ્ન ટકી શક્યા નહીં અને બંનેએ 2010 માં છૂટાછેડા લઈ પોતાનો સંબંધ સમાપ્ત કર્યો. છૂટાછેડા પછી સંગીતાએ બીજા લગ્ન કર્યા નથી અને તે તેના સિંગલ લાઇફમાં ઘણી ખુશ છે.

મહિમા ચૌધરી: પરદેસ સાથે ડેબ્યૂ કરનારી મહિમા ચૌધરીએ 2006 માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા વર્ષોમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી, મહિમા એકલી જ તેના પુત્રનો ઉછેર કરી રહી છે અને તે ઘણી ખુશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here