Homeફિલ્મી વાતોબોલિવૂડના આ સ્ટાર્સને છૂટાછેડા પડયા મોંઘા, ચુકવવા પડ્યા કરોડો રૂપિયા અને કરોડોની...

બોલિવૂડના આ સ્ટાર્સને છૂટાછેડા પડયા મોંઘા, ચુકવવા પડ્યા કરોડો રૂપિયા અને કરોડોની મિલકત

બોલિવૂડમાં જેટલા ઝડપથી સંબંધો બધાય છે, એટલાજ ઝડપથી બગડે છે અને તૂટે છે, છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણે ઘણા બોલિવૂડ યુગલોને જુદા થતા જોયા છે અને આવી સ્થિતિમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત યુગલો છે જેમણે ભૂતકાળમાં છૂટાછેડા લીધા છે. જો કે, જ્યારે કેટલાક યુગલોને છુટાછેડા લેવામાં કોઈ સમસ્યા ન હતી, અને રાજીખુશી થી છુટા પડયા હોય, તો કેટલાક એવા પણ છે કે જેમના છૂટાછેડા તેમને ખુબજ મોંધા પડયા હતા.

ફરહાન અખ્તરે વર્ષ 2017 માં પત્ની અધુના બાબાની સાથે છૂટાછેડા લીધા હતા. જ્યારે આ લગ્નને 16 વર્ષ પૂરા થયા, ત્યારે અધુનાએ પોતાને માટે મુંબઈમાં ઘર રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. ફરહાન અને અધુના મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં 10,000 ફૂટના બંગલામાં રહેતા હતા, જે અધુનાએ પોતાના માટે રાખ્યુ હતું. આ સાથે ફરહાન અધૂનને પણ બાળકોના ઉછેર માટે ખુબજ મોટી રકમ આપી હતી, આ સિવાય પણ કરોડો રૂપિયાની મિલ્કત પણ મળી હતી.

2012 માં, રિતિક રોશને તેની પત્ની સુઝાન ખાન સાથે છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડા પછી રિતિકે સુઝાનને 340 કરોડ રૂપિયા એલિમની માટે આપ્યા હતા. આ સિવાય પણ કરોડો રૂપિયાની મિલ્કત પણ મળી હતી.

સંજય દત્તની બીજી પત્ની રિયા પિલ્લઇ છૂટાછેડા આપવા માટે પોતાના માટે લક્ઝરી એપાર્ટમેન્ટ અને મોંઘી ગાડી માંગી હતી, અને સાથે ખાસ્સી એવી રકમ પણ સંજય દત્તે આપી હતી છતાં પણ એવું કહેવામાં આવે છે કે સંજયે ઘણા સમય સુધી રિયાના બિલ ચૂકવા પડ્યા હતા. આ સિવાય પણ કરોડો રૂપિયાની મિલ્કત પણ મળી હતી.

પહેલી પત્ની રીના દત્તાથી છૂટાછેડા માટે આમિર ખાને તેને 50 કરોડ રૂપિયા આપ્યા હતા. રીના અને આમિરને બે બાળકો છે. છૂટાછેડા બાદ તેણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. આ સિવાય પણ છૂટાછેડા આપવા માટે કરોડો રૂપિયાની મિલ્કત પણ મળી હતી.

અમૃતા સિંહથી છૂટાછેડા લીધા પછી સૈફ અલી ખાને કહ્યું હતુ કે તેણે અમૃતાને 5 કરોડ આપવાના છે, તેમાંથી તેણે 2.5 કરોડ આપ્યા છે. આ સિવાય સૈફે કહ્યું હતું કે તેનો પુત્ર ઇબ્રાહિમ 18 વર્ષનો થાય ત્યાં સુધી તે અમૃતાને ઉછેર માટે દર મહિને એક લાખ રૂપિયા આપશે. આ સિવાય પણ છૂટાછેડા આપવા માટે કરોડો રૂપિયાની મિલ્કત પણ મળી હતી.

આદિત્ય ચોપડા રાની મુખર્જી સાથે લગ્ન કરવા માટે પહેલી પત્ની પાયલ ખન્નાથી અલગ થયા. છૂટાછેડા પછી આદિત્યએ પાયલને 50 કરોડ રૂપિયા આપ્યા હતા. આ સિવાય પણ છૂટાછેડા આપવા માટે કરોડો રૂપિયાની મિલ્કત પણ મળી હતી.

એવું માનવામાં આવે છે કે મલાઇકાએ છૂટાછેડા સમયે અરબાઝ પાસે 10 થી 15 કરોડ રૂપિયાની માંગ કરી હતી. અદાલતે તેને હુકમ કર્યો હતો પણ અરબાઝે મલાઈકાને કેટલા રૂપિયા આપ્યા છે તેની જાણકારી બહાર આવી ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments