ફિલ્મી દુનિયાથી દૂર, અભિનેત્રી રાખી ફાર્મ હાઉસમાં ખેતી કરીને જીવી રહી છે જીંદગી, જુઓ તસવીરો….

2156

હિન્દી ફિલ્મોની અભિનેત્રીઓ તેમની સુંદરતા માટે જાણીતી છે. 70 ના દાયકામાં, ઘણી એવી અભિનેત્રીઓ રહી છે કે જેમણે તેમની આશ્ચર્યજનક સુંદરતાથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા હોય અને રાખી એમાંની એક છે. ગોરો રંગ, ગોળાકાર ચહેરો અને ઊડી આંખોવાળી રાખીને રૂપેરી પડદે સારી રીતે ઓળખવામાં આવી હતી. રાખી આજે 73 વર્ષની છે.

રાખીનો જન્મ પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં 15 ઓગસ્ટ 1947 માં થયો હતો. રાખીએ 20 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રાખીએ રાજશ્રી પ્રોડક્શનની જીવન મૃત્યુ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રાખીને પહેલી જ ફિલ્મથી જ સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો.

રાખી ફિલ્મોમાં લાંબી ઇનિંગ્સ રમી ચૂકી છે. લીડ હિરોઇનથી લઈને રાખીએ ફિલ્મોમાં માં અને દાદીની ભૂમિકાઓ પણ ભજવી હતી. જોકે, 73 વર્ષની ઉંમરે રાખીએ હવે બોલિવૂડમાંથી બ્રેક લઈ લીધો છે. તે મુંબઈથી દૂર પોતાના ફાર્મ હાઉસમાં રોકાઈ રહી છે. રાખીનું ફાર્મહાઉસ પનવેલમાં આવેલું છે.

રાખી પ્રકૃતિની નજીક રહેવાનું પસંદ કરે છે. આ જ કારણ છે, તેણીનો મોટાભાગનો સમય તેના ફાર્મહાઉસ પર વિતાવે છે. રિપોર્ટ્સ અનુસાર, રાખી હવે પૂર્ણ ખેડૂત બની ગઈ છે. રાખી પોતાના ફાર્મમાં ઘણા પાળતુ પ્રાણી છે, ખેતરમાં અનેક જાતનાં શાકભાજી ઉગાડવામાં આવે છે.

તેની પુત્રી મેઘના ગુલઝાર કહે છે કે માતાને ખેતીનો ખૂબ શોખ છે, તેથી તે ફાર્મ હાઉસમાં રોકાવાનું પસંદ કરે છે.

મેઘનાએ રાખીના નિર્ણય અંગે પણ વાત કરી હતી. મેઘનાના કહેવા પ્રમાણે, મુંબઈ શહેરમાં ઘોંઘાટને કારણે રાખી ઘણી નર્વસ રહેતી હતી અને તેને મુશ્કેલી થતી હતી. ત્યાર બાદ તેણે આ નિર્ણય લીધો હતો.

રાખીની છેલ્લી ફિલ્મ 2009 માં આઈ ક્લાસમેટ હતી. જે બાદ તે કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નથી. અને મુંબઈ છોડીને પનવેલ રહેવા માંડ્યું. જો કે રાખી ક્યારેક પ્રસંગોમાં જાહેર કાર્યક્રમોમાં જોવા મળે છે.

તમને આ માહિતી ગમી હોય તો શેયર જરૂર કરજો અને વધારે સારા આર્ટિકલ, જોકસ અને સુવિચાર તેમજ દેશ-દુનિયાના તમામ સમાચારો મેળવવા માટે ફેસબુકમાં અમારા પેજને લાઈક જરૂર કરજો.

Previous articleબોલીવુડના જબરદસ્ત કિસિંગ સીન, આ અભિનેત્રીને તો ભૂલી ગઈ હતી ભાન…
Next articleપોતાની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ છોડી ગયા રાજીવ કપૂર, જાણો કોણ હશે વારસદાર?