કોઈએ હિરોઈન બનવા પતિને છોડી દીધો તો કોઈ છૂટાછેડા લીધા પછી બની હિરોઈન, આવી છે કહાની આ અભિનેત્રીઓની…

ફિલ્મી વાતો

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની અંગત જિંદગીમાં છૂટાછેડા નામનો શબ્દ જોડાય ગયો છે. અલબત્ત તેઓએ ઘણી ધન-સંપત્તિ અને ખ્યાતિ મેળવી હતી પરંતુ તેઓ તેમનું લગ્નજીવન સંભાળી ના શકી. ઘણી એવી અભિનેત્રીઓ પણ છે જેમણે બોલીવુડમાં કામ કરવા માટેના લગ્ન પણ તોડી નાખ્યા હતા, અને જ્યારે કેટલીક તેમના પતિઓથી છૂટાછેડા લીધા પછી સફળ અભિનેત્રી બની હતી.

અદિતિ રાવ હૈદરી

બોલિવૂડ આ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી શાહી પરિવારની છે. અદિતિએ સત્યદીપ મિશ્રા સાથે વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા જ્યારે તેણી ઉંમર માત્ર 17 વર્ષની હતી. જો કે, લગ્નના ચાર વર્ષ પછી, 2013 માં, બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. અદિતીએ 2011 માં ફિલ્મ ‘યે સાળી જિંદગી’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે હવે દક્ષિણની મોટી સ્ટાર બની ચૂકી છે.

ચિત્રાંગદા સિંઘ

બોલીવુડની સુંદર અભિનેત્રી ચિત્રાંગદા સિંહે જ્યારે બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે તે પહેલાથી જ પરિણીત હતી અને એક બાળકની માતા પણ હતી. તે અભિનેત્રી બન્યા પછી તેના પતિ જ્યોતિ રંધાવા સાથે મતભેદો શરૂ થયા હતા અને મતભેદો એટલા વધી ગયા હતા કે બંનેએ 2014 માં છૂટાછેડા લઈ લીધા હતા.

મલાઈકા અરોરા

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા લગ્નના 10 વર્ષ બાદ અરબાઝ ખાનથી છૂટાછેડા લઈ લીધા હતા. મલાઈકા અને અરબાઝને પણ એક પુત્ર છે. મલાઇકા હાલમાં ફિલ્મોમાં નથી જોવા મળતી, પરંતુ તે ઘણા ટીવી શોમાં જજની ભૂમિકા નિભાવી રહી છે, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

મલ્લિકા શેરાવત

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે પણ ફિલ્મોમાં ગજબના સીન આપીને દર્શકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. મલ્લિકાએ પતિ કરણસિંહ ગિલને છૂટાછેડા આપ્યા બાદ બોલિવૂડમાં પગ મૂક્યો હતો. મલ્લિકાએ ખવ્વાઈશ અને મર્ડર જેવી ફિલ્મ્સથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે.

રાખી ગુલઝાર

રાખી 70 ના દાયકામાં ખુબજ જાણીતી અભિનેત્રી હતી. તમને જણાવી દઈએ કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે તેણે બંગાળી ફિલ્મના નિર્માતા અજય વિશ્વાસ સાથે લગ્ન કર્યા હતા. તેમનું પ્રથમ લગ્ન સફળ ન હતું. તેના પતિથી છૂટાછેડા પછી, તે બોલિવૂડની હિરોઇન બની હતી અને સફળ રહી હતી. ગુલઝાર સાથે તેના બીજા લગ્ન થયા હતા પરંતુ ખૂબ જ જલ્દીથી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

માહી ગિલ

આ યાદીમાં માહી ગિલનું નામ પણ શામેલ છે. પોતાના પતિથી જુદા થયા પછી તેણે ફિલ્મોમાં કરિયર બનાવ્યું હતું. ફિલ્મ દેવ ડી, સાહેબ બીવી અને ગેંગસ્ટર જેવી સિરીઝ જેવી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયને કારણે માહી ગિલએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

કલ્કી કોચેલિન

કલ્કીએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 માં ફિલ્મ ‘દેવ ડી’ થી કરી હતી. અભિનેત્રીએ આ ફિલ્મના નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. બંને બે વર્ષમાં અલગ થઈ ગયા હતા. અનુરાગથી અલગ થયા પછી તેણે શૈતાન જેવી હિટ ફિલ્મ કરી હતા. હાલમાં, કલ્કી તેના બોયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે રહે છે. આ દંપતીએ હજી લગ્ન કર્યાં નથી, પરંતુ આ બંને દીકરીના માતા-પિતા બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *