Homeજાણવા જેવુંબોલપેન ના ઢાંકણમાં આવેલા આ નાના છિદ્ર નો ઉપયોગ જાણીને તમને પણ...

બોલપેન ના ઢાંકણમાં આવેલા આ નાના છિદ્ર નો ઉપયોગ જાણીને તમને પણ નવાઈ લાગશે.

એકલા યુ.એસ. મા દર વર્ષે પેનનુ ઢાંકણ ગળી જવાને કારણે લગભગ ૧૦૦ બાળકો મૃત્યુ પામે છે તેથી સલામતીના નિયમો હેઠળ બોલપેનના ઢાંકણામા છિદ્ર બનાવવુ ફરજિયાત છે જેથી બનેલ ઘટનામા બચાવવામા થોડો સમય મળી રહે. દરેકને બાળપણમા બનેલા કિસ્સાઓ વિશેષ હોય છે. કેટલાકને પોતાના બાળપણના રમકડા યાદ આવે છે તો કેટલાકને દાદીની વાર્તાઓ યાદ આવે છે. એવામા જયારે આપણે પ્રથમ વખત હોમવર્ક કરવા માટે બોલપેનનો ઉપયોગ કર્યો હોય તે આપણે કેવી રીતે ભૂલી શકીએ. પરંતુ શું કોઈએ ક્યારેય વિચાર્યું છે કે આ બોલપેનની ટોચ નાનુ છિદ્ર કેમ હોય છે?

દરેક વ્યક્તિએ આ પેનથી પોતાનુ હોમવર્ક કર્યું હોવું જોઈએ અને જો ન કર્યું હોય તેઓએ ઢાકણથી સીટી જરૂરથી વગાડી હશે.પરંતુ બોલપેનના ઢાંકણામા છિદ્ર પાછળનુ વાસ્તવિક કારણ બહુ ઓછા લોકો જાણે છે. તેમ છતા કેટલાક લોકો માને છે કે બોલપેનના ઢાંકણામા રહેલ છિદ્ર પેનને ભેજયુક્ત રાખે છે, જેનાથી પેન સારી રીતે કાર્ય કરે છે.પરંતુ બોલપેનના ઢાકણમા રહેલ છિદ્ર એ વાસ્તવિક કારણ નથી.

હકીકતમા નાના બાળકો ઘણીવાર અભ્યાસ દરમિયાન પેન વડે લખતા લખતા પેનનુ ઢાંકણુ મોંમા નાખી ચાવ્યા કરે છે અને કેટલીકવાર ભૂલથી તેને ગળી પણ જાય છે. જ્યારે આવુ થાય ત્યારે ઢાંકણ શ્વાસનળીમા ફસાઈ જાય છે. પરંતુ સારી વાત એ છે કે ઢાંકણમા છિદ્ર હોવાને કારણે તે શ્વાસ લઈ શકાય છે. જો આ છિદ્ર ન હોય તો ગળામા ઢાકાણ અટકી જવાથી મૃત્યુ પણ થઈ શકે છે.

પેન કંપનીઓ બોલપેનના ઢાંકણમા છિદ્ર કરે છે જેથી ગળામાં અટકી ગયા પછી પણ શ્વાસ અટકે નહિ અને પેનના ઢાંકણને દૂર કરવા માટે ડોકટરોને સમય મળી રહે. યુ.એસ. મા દર વર્ષે લગભગ ૧૦૦ બાળકો પેનના ઢાકણને ગળી જવાને કારણે મૃત્યુ પામે છે, તેથી સલામતી નિયમો હેઠળ કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેને બચાવવા માટે બોલપેનના ઢાંકણામા છિદ્ર બનાવવામા આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments