કંપનીએ નફો કર્યો, માલિકે ડ્રાઈવરથી લઈને મેનેજર સુધી નફો વહેંચી દીધો, બધા કરોડપતિ બન્યા.

531

તમે આવા બોસ વિશે ક્યારેય નહી સાંભળ્યું હોય, જેણે ફક્ત પોતાના નફા વિશે નહી પણ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના નફા વિશે પણ વિચાર્યું હોય, આજે તમને એક એવી કંપનીના બોસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાની કંપનીના શેરો કર્મચારીઓમાં વહેંચ્યા હોય. પરિણામે મોટાભાગના કર્મચારીઓ કરોડપતિ બન્યા છે.

યુકેના એક ઉદ્યોગપતિએ કંપનીનો નફો વધતા શેરના ભાવ પણ વધ્યા હતા અને તેને સારો એવો નફો થયો હતો, એ નફો માત્ર પોતાની પાસે નહી રાખીને તેણે પોતાની કંપનીના કર્મચારીઓ સાથે વહેંચી લીધો હતો.

જાણવા મળતા અહેવાલ મુજબ આ કંપનીનું નામ ધ હટ ગ્રુપ છે. તેના માલિક મેથ્યુ મોલ્ડિંગે કર્મચારીઓને 830 મિલિયન પાઉન્ડ એટલે કે નફાના 8183 કરોડ રૂપિયાનું પોતાની કંપનીના કર્મચારીઓ વચ્ચે વહેંચી દીધા હતા, તેણે સ્કીમ દ્વારા એક યોજના બનાવી, જેનાથી મેનેજરે થી લઈને સામાન્ય ડ્રાઇવરો સુધીના કર્મચારીઓએ તેમાં ભાગ લીધો હતો, અને આ યોજનાનો ફાયદો 200 જેટલા લોકોને થયો હતો, જેના લિધે મોટાભાગના કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે.

અખબાર સાથે વાત કરતી વખતે મેથ્યુ મોલ્ડિંગે કહ્યું કે. “હું ઇચ્છતો હતો કે મારી કંપનીનો દરેક કર્મચારી અને કંપની નફો કરે, એટલા માટે એક યોજના બનાવી અને તેના થી દરેક કર્મચારીને ઘણા પૈસા મળી ગયા છે. હવે મારી કંપનીના કર્મચારીઓ નોકરીની સાથે વેપાર પણ કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે શેરનો ભાવ હજુ પણ વધશે.

અહેવાલ મુજબ, વર્ષ 2004 માં, ધ મોલ્ડ ગ્રુપની સ્થાપના મેથ્યુ મોલ્ડિંગે જ્હોન ગેલમોર સાથે કરી હતી. કંપનીએ, 63,505 કરોડનો નફો મેળવ્યો અને ત્યારબાદ તેના શેરધારકોને 1.1 અબજ ડોલર એટલે કે 8183 કરોડ રૂપિયાનું બોનસ શેરના રૂપમાં આપ્યું હતું.

Previous articleજાણો ભારતના આ અનોખા મંદિરનો વિષે, જ્યાં મંદિરનો એક આધારસ્તંભ હવામાં લટકી રહ્યો છે, જે વૈજ્ઞાનિકો માટે હજી પણ એક રહસ્ય જ છે.
Next articleવજન ઘટાડવા માટે શિયાળામાં કરો આ વસ્તુઓનું સેવન, પેટની ચરબી થોડા જ દિવસોમાં થઈ જશે ગાયબ…