ઘણીવાર આકાશ માંથી ખડકો અને ઉલ્કાઓ પૃથ્વી પર પડે છે. બ્રાઝિલના એક ગામમાં લાખો ઉલ્કાઓ પડી હતી. આ દરેક ઉલ્કાઓની કિંમત લાખો રુપયા છે. જેમાં સૌથી મોટા ટુકડાની કિંમત 19 લાખ રૂપિયાથી પણ વધુ છે.
19 ઓગસ્ટના રોજ, બ્રાઝિલના સેંટા ફિલોમેના ગામમાં ઉલ્કાઓ પડી હતી. અહીંના લોકો તેને પૈસાનો વરસાદ ગણાવી રહ્યા છે. જ્યારે વૈજ્ઞાનિકોએ પથ્થરોની તપાસ કરી, તો ખબર પડી કે આ પથ્થર ભાગ્યે જ જોવા મળે છે. વૈજ્ઞાનિકો લોકો પાસેથી પથ્થરો માંગતા હતા તો લોકો તેના બદલામાં પૈસા માંગે છે. મોટાભાગના લોકોએ લાખો રૂપિયાની કમાણી પણ કરી લીધી હતી .
40 કિલો વજનવાળા સૌથી મોટા ટુકડાની કિંમત 26,000 કરોડ છે. એક અહેવાલ મુજબ સાન્તા ફિલોમિનામાં મોટા અને નાના 200 થી વધુ પથ્થરો પડયા હતા. આ પથ્થરો સૂર્યમંડળના નિર્માણના સમયગાળાની ઉલ્કાના છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે માત્ર 1 ટકા ઉલ્કાઓ છે જે લાખો રૂપિયામાં વેચાય છે. આ બ્રાઝિલિયન ગામના લોકો અત્યંત ગરીબ હતા. જેને પણ આ પથ્થરો મળે છે તે રાતોરાત ધનિક બની જાય છે. 20 વર્ષીય વિદ્યાર્થી એડિમાર ડા કોસ્ટા રોડ્રિગ્સએ એક દિવસે આકાશમાં જોયુ તો ધુમાડો હતો. અને આકાશમાંથી સળગતા પથ્થરો પડી રહ્યા હતા.
આ ઉલ્કાઓ લગભગ 4.6 અબજ વર્ષ કરતા વધારે જૂની હોવાનું માનવામાં આવ્યું હતું. આ ખૂબ જ દુર્લભ ઉલ્કાઓ હતી. તેમની કિંમત હજારો પાઉન્ડ કરતા પણ વધારે છે.
જ્યારે સ્થાનિકોને ખબર પડી કે તેમના વિસ્તારમાં આકાશમાંથી કંઈક પડી રહ્યું છે જે ખૂબ જ કિંમતી છે, ત્યારે તેઓએ કહ્યું કે આ એક પ્રકારનો કીમતી પથ્થર છે. એડિમાર કોસ્ટા રોડ્રિગ્સને સાત સેન્ટિમીટરનો એક પથ્થર મળ્યો હતો. જેનો વજન 164 ગ્રામ હતો. તે પથ્થર વેચીને તેણે લગભગ 97 હજાર રૂપિયાની કમાણી કરી.
લોકો કહેતા હતા કે ભગવાને અમારા માટે પૈસાની આ બોરી ખોલી છે. એક ગામડાના લોકોએ 2.8 કિલો પથ્થર વેચીને 14.63 લાખ રૂપિયાની કમાણી કરી હતી. રોડ્રિગ્સએ જણાવ્યું હતું કે આ ગામની 90 ટકા વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે.