બ્રેડનો ઉપયોગ દરેક ઘરમા થાય છે. જયારે વાત સરળ અને ફટાફટ બનવાવાળા નાસ્તાની વાત આવે ત્યારે સૌથી પહેલા બ્રેડનુ નામ આવે છે. બ્રેડમાંથી ઘણી પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. સામાન્ય રીતે બ્રેડ બધાના ઘરોમા હોય છે અને તેને સામાન્ય રીતે રેફ્રિજરેટરની અંદર જ સંગ્રહિત કરવામા આવે છે. પરંતુ બ્રેડને ફ્રિજમા રાખવી તે યોગ્ય છે.
મોટાભાગના કિસ્સાઓમા જો તમે બ્રેડને ફ્રિજમા ૨ દિવસથી વધુ સમય માટે રાખો છો તો તે સખત થવાનુ શરૂ થાય છે. ઉપરાંત તેના સ્વાદમા ફરક પડી જાય છે. તો પછી બ્રેડ સ્ટોર કરવાની સાચી રીત કઈ છે? ચાલો તમને જણાવીએ. આ 3 સરળ ટીપ્સને ધ્યાનમા રાખીને તમે બ્રેડ સ્ટોર કરી શકો છો તો તે તાજી રહે છે અને તેનો સ્વાદ બગડશે નહી.
૧) ઓરડાના તાપમાનમા આ રીતે બ્રેડને રાખો :- સૌથી શ્રેષ્ઠ એ છે કે તમારે બ્રેડની સમાપ્તિની તારીખ પહેલા તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. જો તમે આમ કરી શકો તો તમારે બ્રેડને ફ્રિજની અંદર રાખવાની જરૂર નથી. તમે બ્રેડને ઓરડાના તાપમાને મૂકી શકો છો. ધ્યાનમા રાખો કે બ્રેડને પ્લાસ્ટિકની થેલીમા રાખવાને બદલે કાગળની થેલીમાં રાખો. પ્લાસ્ટિકની થેલીમા પડ્યા-પડ્યા બ્રેડ ઉપર ફૂગ વળી શકે છે. આ રીતે તમે બ્રેડનો ઉપયોગ 3 થી 4 દિવસ સુધી કરી શકો છો.
૨) બ્રેડને ફ્રીઝરમા રાખો :– ઘણા ઘરોમા બ્રેડનો સમય સમાપ્ત થવાની તારીખ પછી પણ પૂરે-પૂરો ઉપયોગ થતો નથી. આ કિસ્સામા તેને ફેંકી દેવાને બદલે તેને ઝિપ બેગમા મૂકી દો અને ફ્રીઝરમા રાખો. આ કરવાથી તે નિશ્ચિતપણે થોડુ કડક બનશે પરંતુ તેનો સ્વાદ બગડશે નહી. જ્યારે તમે ફ્રીઝરમા સંગ્રહિત બ્રેડને ટોસ્ટ કરો છો ત્યારે તેઓ તાજી બ્રેડની જેવો જ સ્વાદ મળશે. આ રીતે તમે ફ્રીઝરમા રાખેલી બ્રેડનો ઉપયોગ ૨ થી ૩ દિવસ માટે કરી શકો છો.
૩) બ્રેડ બોક્સનો ઉપયોગ કરો :- તમે બ્રેડ બોક્સનો ઉપયોગ કરો છો તો તે ખૂબ જ સારુ છે કારણ કે બ્રેડ સ્ટોર કરવાની આ સૌથી સહેલી અને સાચી રીત છે. પરંતુ બ્રેડ બોક્ષમા બ્રેડ સંગ્રહવા માટે તમારે બ્રેડ્સની વચ્ચે બટર પેપર મૂકી દેવુ જોઈએ જેથી બ્રેડનો સ્વાદ બગડશે નહી અને તે નરમ રહેશે. ધ્યાનમા રાખો કે બ્રેડ બોક્ષમા રાખેલી બ્રેડનો ઉપયોગ સમાપ્તિ તારીખ પહેલા થઈ જવો જોઈએ. જો બ્રેડ બચી જાય તો તેને વધુ વાપરવા માટે ફ્રીઝરની અંદર ઝિપ બેગમા સ્ટોર કરી શકાય છે.