શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ગણપતિ મહારાજનો છે. તેથી, બુધવારે, ભગવાનને પ્રસન્ન કરવા માટે ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. ગણપતિ મહારાજ બધા જ દેવોમાં સૌથી પહેલા પૂજનીય છે. દરેક પૂજા પહેલાં તેમની પૂજા કરવામાં આવે છે, તો જ તે પૂજા માન્ય ગણવામાં આવે છે. પરંતુ ગણપતિ મહારાજની પૂજામાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
ગણેશજીને મોદકનો ભોગ જરૂર ચડવવો જોઈએ. મોદક ગણેશજીને ખૂબ પ્રિય છે. બુધવારે ગણેશની પૂજામાં મોદક ચડાવવો જોઈએ. ગણેશજીને લાલ ફૂલો ચડાવવા જોઈએ. જો લાલ ફૂલો ચડાવવું શક્ય ન હોય તો, તમે બીજું ફૂલ પણ ચડાવી શકો છો. ફક્ત એ ધ્યાનમાં રાખો કે ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.
ગણપતિ મહારાજને લાલ સિંદૂર ખૂબ જ ગમે છે. ભગવાન ગણેશજીને સ્નાન કરાવ્યા પછી, તેમને લાલ સિંદૂર લગાવો. તે પછી, તમારા કપાળ પર પણ લાલ સિંદૂર લગાવો. લાલ સિંદુરનો ચાંદલો આપણે રોજ કરી શકાય છે. ભગવાન ગણેશજીના આશીર્વાદથી આપણને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
ગણેશજીને આર્થિક ક્ષેત્રમાં મુશ્કેલીઓ અને વિક્ષેપથી આપણને રક્ષણ કરે છે. ગણેશને સિંદૂર ચડાવતી વખતે મંત્રનો જાપ કરવો જોઈએ.