ગુજરાત ડ્રગ્સ માટે બદનામ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં દરિયાઈ સરહદેથી સફેદ ઝેર મળવાના અનેક કિસ્સા નોંધાયા છે. પરંતુ ગુજરાત ATSએ નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. જેમાં ‘કેનાબીસ’ એટલે કે ગાંજાના છોડના તેલમાંથી કૂકીઝ બનાવવામાં આવી રહી છે. ગાંજાના છોડના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને કૂકીઝમાં તેલ કરીને વેચવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જય કિશન ઠાકોર, અંકિત ફુલહારી અને સોનુની ધરપકડ કરવામાં આવી છે. મુદામાલ સહિતના આરોપીઓને ગાંધીનગર એસ.ઓ.જી.ને સોંપવામાં આવ્યા છે.
કામ કરવાની ઠબ કેવી હતી?
-ગાંજાના તેલના બિસ્કિટ બનાવવા અને વેચવા
-1 બિસ્કિટ 4000 રૂપિયામાં વહેંચી રહ્યા હતા
-તેઓ ગાંજાના છોડના બીજમાંથી કાઢેલું તેલ પણ વેચતા હતા.
-1 ગ્રામ ગાંજાનું તેલ 2500 થી 3000 રૂપિયામાં વેચાય છે
ગુજરાત ATSએ ગાંધીનગરની હદમાં ભાટ ટોલટેક્ષ પાસે આવેલી રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો. જેમાં નશીલા બિસ્કિટ વેચતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય છેલ્લા એક વર્ષથી રેસ્ટોરન્ટમાં ડ્રગ્સનો ધંધો ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. ATSને ભાટ ટોલનાકા પાસે ચુલા ચિકન નામની રેસ્ટોરન્ટમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું હતું. રેસ્ટોરન્ટમાંથી મળી આવેલા એમેઝોન બોક્સમાંથી મળી આવેલા ગાંજાના જંગી જથ્થા સાથે ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી CBD અને THC ઓઈલ કૂકીઝ વેચતો હતો. આ કૂકીઝ ગાંજાના તેલમાંથી બનાવવામાં આવે છે. આરોપી ચાર હજાર રૂપિયામાં ગાંજાના તેલ વાળા બિસ્કિટ વેચતો હતો. આ તેલની કિંમત 2500 થી 3000 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. આરોપીઓ છેલ્લા એક વર્ષથી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા છે. ATSએ ત્રણેય આરોપીઓને અડાલજ પોલીસને હવાલે કર્યા છે.
ગુજરાત ATSએ રેસ્ટોરન્ટમાંથી જય કિશન ઠાકોર, અંકિત રાજકુમાર ફુલહારી અને સોનુ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત ATSએ તેની ધરપકડ કરી અડાલજ પોલીસને હવાલે કર્યો હતો. તેમજ આગામી સમયમાં ગાંધીનગર એસઓજી પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. કારણ કે SOG પાસે NDPS કેસોની તપાસ કરવાની સત્તા છે. ગુજરાત ATSની ટીમે ભાટ ટોલ ટેક્સ પાસે ચુલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો. ત્યારે આરોપી જય કિશન ઠાકોરના કબજામાંથી એમેઝોન બોક્સ પણ મળી આવ્યા હતા. જેમાં તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે તે ડીલીવરી કરતો હતો.
નોંધનીય છે કે આરોપીઓ પાસેથી બે બિસ્કિટ અને ત્રણ લાડુ પણ મળી આવ્યા છે. આ તમામ ખાદ્યપદાર્થોમાં નશીલા પદાર્થો ભેળવીને હજારો રૂપિયામાં ગાંજાનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું છે. હાલ 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.