જાણો ક્યારથી શુભારંભ થશે ચૈત્ર નવરાત્રી, મુખ્ય તિથિઓ અને પ્રથમ દિવસ જગદંબા ક્યાં વાહન પર સવાર થઈને આવશે

897

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીનો પાવન પર્વ વર્ષમાં ચાર વાર મનાવવામાં આવે છે, જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રી મુખ્ય હોય છે. તેમજ માઘ અને અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રી આવે છે. નવરાત્રી પર માતા દુર્ગાના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. આ વર્ષ ચૈત્ર નવરાત્રીનો શુભારંભ 13 એપ્રિલથી શરૂ થઈ અને સમાપન 22 એપ્રિલના રોજ થશે. નવરાત્રીના પહેલા દિવસ કળશ સ્થાપના કરવામાં આવે છે.

દેવી દુર્ગાના નવ સ્વરૂપ

નવરાત્રી પર માતા જગદંબાને પ્રસન્ન કરવા માટે તેમના નવ રૂપોની પૂજા-અર્ચના, પાઠ અને આરતી કરવામાં આવે છે. માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપ છે- શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી.

ચૈત્ર નવરાત્રી 2021ની તિથિઓ

13 એપ્રિલ- નવરાત્રી પ્રથમ- માતા શૈલપુત્રી પૂજા અને ઘટસ્થાપના

14 એપ્રિલ-નવરાત્રી દ્વિતીય-માતા બ્રહ્મચારિણી પૂજા

15 એપ્રિલ-નવરાત્રી તૃતીય-માતા ચંદ્રઘંટા પૂજા

16 એપ્રિલ-નવરાત્રી ચતુર્થી-માતા કુષ્માંડા પૂજા

17 એપ્રિલ-નવરાત્રી પંચમી- માતા સ્કંદમાતા પૂજા

18 એપ્રિલ-નવરાત્રી ષષ્ઠી- માતા કાત્યાયની પૂજા

19 એપ્રિલ-નવરાત્રી સપ્તમી-માતા કાલરાત્રી પૂજા

20 એપ્રિલ- નવરાત્રી અષ્ટમી- માતા મહાગૌરી

21 એપ્રિલ- નવરાત્રી નવમી- માતા સિદ્ધિદાત્રી, રામનવમી

22 એપ્રિલ-નવરાત્રી દશમ- નવરાત્રી પારણા

ચૈત્ર નવરાત્રી 2021 પર ઘોડે પર સવાર થઈને આવશે માતા દુર્ગા

આ વખતે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ મંગળવારના દિવસથી થશે જેમના કારણ માતા ઘોડા પર સવાર થઈને આવશે. તેમનાથી પહેલા શારદીય નવરાત્રી પર પણ માતા ઘોડા પર સવાર થઈને આવ્યાં હતાં.

નવરાત્રીનું મહત્વ

માન્યતા છે કે નવરાત્રી પર માતા દુર્ગા પૃથ્વી પર આવે છે, જ્યાં તે નવ દિવસ સુધી વાસ કરીને પોતાના ભક્તોની સાધનાથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. નવરાત્રી પર દેવી દુર્ગાની સાધના અને પૂજા-પાઠ કરવાથી સામાન્ય દિવસ કરતા પૂજાનું અનેક ગણું ફળ મળે છે. નવરાત્રી પર જ લગ્નને છોડીને તમામ પ્રકારના શુભ કાર્યોની શરૂઆત કરી અને ખરીદી કરવી શ્રેષ્ઠ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામે પણ લંકા પર જતા પહેલા રાવણ સામે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે માતાજીની આરાધના કરી હતી. નવરાત્રી પર તમામ શક્તિપીઠો પર વિશેષ આયોજન કરવામાં આવે છે, ત્યાં પર મોટી સંખ્યામાં લોકો માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમના દરબારમાં શીશ ઝુકાવવા આવે છે.

નવરાત્રી ઘટસ્થાપનાનું મહત્વ

નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે, જેમને કળશ સ્થાપના પણ કહેવાય છે. પહેલા દિવસ ઘટસ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે. પ્રથમ તિથિ પર કળશ સ્થાપના સાથે જ નવા દિવસ સુધી ચાલી રહેલી નવરાત્રીનો પર્વ શરૂ થાય છે. પહેલા દિવસમાં વિધિ-વિધાનથી ઘટસ્થાપના કરતા ભગવાન ગણેશની વંદના સાથે માતાજીનું પહેલું સ્વરૂપ શૈલપુત્રીની પૂજા, આરતી અને ભજન કરવામાં આવે છે.

Previous articleઆ સાયન્સના શિક્ષકે બનાવ્યો 47 ભાષામાં વાત કરતો વેસ્ટ મટીરિયલથી બેસ્ટ રોબોટ, સામાન્ય જ્ઞાન પણ છે ગજબનું
Next articleવિચિત્ર મામલો: વર્ષો પહેલા આવેલા જળહોનારતમાં વહી ગઈ હતી પત્ની, આજે પણ દરિયામાં શોધી રહ્યાં છે પતિ