Home ધાર્મિક ચાણક્ય નીતિ: સુખી જીવન માટે અવશ્ય ધ્યાન રાખો આચાર્ય ચાણક્યની આ 5...

ચાણક્ય નીતિ: સુખી જીવન માટે અવશ્ય ધ્યાન રાખો આચાર્ય ચાણક્યની આ 5 વિશેષ વાતો

427

આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રની રચના કરી અને તેમના માધ્યમથી પોતાનું જ્ઞાન અને અનુભવના આધારે ઘણી મહત્વપૂર્ણ વાત જણાવી છે. તેમણે મિત્ર ભેદથી લઈને દુશ્મનની ઓળખ, રાજાનું કર્તવ્ય અને પ્રજાના અધિકારના વિશે જણાવ્યું છે. તેમની કુશાગ્ર બુદ્ધિથી તમામ લોકો પ્રભાવિત હતાં. આ જ કારણ છે કે તે કૌટિલ્ય કહેવા લાગ્યાં. તે એક કુશળ રાજનીતિજ્ઞ, ચતુર કૂટનીતિજ્ઞ, પ્રકાંડ અર્થશાસ્ત્રીના રૂપમાં પ્રખ્યાત થયાં. આચાક્ય ચાણક્ય કહે છે કે એવી દોલત શું કામની જેના માટે આપણે કઠોર યાતના સહન કરવી પડે અથવા સદાચારનો ત્યાગ કરવો પડે કાં તો પછી તમારા દુશ્મનની નિંદા કરવી પડે. આ ઉપરાંત તેમણે ઘણી મહત્વની વાતો તરફ ધ્યાન આપ્યું છે. આવો જાણીએ…

ચંદના પોતાની મહેક નથી છોડતું
ચાણક્ય નીતિના અનુસાર, ચંદનનું વૃક્ષ કપાય જવા પર પોતાની સુગંધ નથી છોડતું. આ જ પ્રકારે શેરડી જ્યારે નિચોવાય જાય છતાં પોતાની મીઠાસ નથી છોડતું અને ગણુવાન વ્યક્તિ પોતાના ગુણને નથી છોડતી, ભલે જ તેને કેટલી પણ ગરીબીમાં કેમ ન રહેવું પડે.

આચાર્ય ચાણક્ય અનુસાર, દુનિયામાં બાંધવાની એવી એનક રીત છે, જેને વ્યક્તિના પ્રભાવમાં લાવી શકાય છે અને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ સૌથી મજબૂત બંધન પ્રેમનો છે. તેમનું ઉદાહરણ મધનીમાંખી છે, જે લાકડમાં કાણું પાડી શકે છે, પરંતુ ફૂલની પાંખડીઓને કાણુ પાડવાનું પસંદ નથી કરતી ઈચ્છે તેનો જીવ જ ચાલ્યો જાય.

આવું ધન હોવાનો શું લાભ
આચાર્ય ચાણક્ય કહે છે કે મને તે દોલત નથી જોઈતી જેના માટે મને કઠોર યાતના સહન કરવી પડે અથવા સદાચારનો ત્યાગ કરવો પડે કાં તો પછી દુશ્મનની નિંદા કરવી પડે.

આવા લોકોનો અંત આ જ છે
ચાણક્ય નીતિ કહે છે કે જે વ્યક્તિ પોતાની દોલત, પકવાન ભોગવીને પણ સંતુષ્ટ નથી, એવા ઘણાં પહેલા મરી ચુક્યાં છે અને અત્યારે પણ મરી રહ્યાં છે. આવા લોકો ભવિષ્યમાં પણ મરશે.

પુણ્ય ક્યારેય નષ્ટ નથી થતું
આચાર્ય ચાણક્યના અનુસાર, તમામ પરોપકાર અને તપ તાત્કાલિક લાભ આપે છે, પરંતુ સુપાત્રને જે દાન આપવામાં આવે છે અને તમામ જીવને જે સંરક્ષણ પ્રદાન કરવામાં આવે છે, તેમનું પુણ્ય ક્યારેય નષ્ટ નથી થતું.