ચાણક્ય નીતિ: આ એવી ચાર વાતો જે બને છે વ્યક્તિના ખરાબ સમયનું કારણ

0
453

આચાર્ય ચાણક્ય મહાન રણનીતિકાર હતાં. તેમણે ચાણક્ય નીતિ જેવા મહાન ગ્રંથ લખ્યાં છે, જેમાં લોક કલ્યાણની વાતો સૂત્રોના રૂપમાં વર્ણવી છે. જો કોઈ વ્યક્તિ ચાણક્ય નીતિમાં જણાવેલી વાતોનું પાલન કરે છે તો તે પોતાના જીવનને સફળ બનાવી શકે છે. આ જ પ્રકાર આચાર્ય ચાણક્યે વ્યક્તિઓ માટે કેટલીક આવી પરિસ્થિતિઓ જણાવી છે, જેના હોવા પર તેની કિસ્મત ખરેખર ખરાબ થઈ શકે છે.

આચાર્ય ચાણક્ય અનુસાર, જો કોઈ માણસની પત્ની યુવાનીમાં મરી જાય છે તો તે બીજા લગ્ન કરીને જીવન વિતાવી શકે છે, પરંતુ વૃદ્ધવસ્થામાં પત્નીનું મરવું તેના કમનસીબનું કારણ બને છે.

આચાર્ય ચાણક્યના અનુસાર, જો કોઈ પુરૂષ કોઈ અન્ય પર નિર્ભર રહે છે તો તેમનું જીવન નર્ક સમાન રહે છે તે ક્યારેય પણ પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત નથી કરી શકતી. બીજા પર નિર્ભર રહેતી વ્યક્તિનું ભાગ્ય ખરાબ માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ પૈસાનો નકામો ખર્ચ કરી રહી છે તો તેને પૈસાના મહત્વ વિશે નથી ખબર હોતી. આવી વ્યક્તિ સ્વભાવથી ઝઘડાળું હોય છે અને સ્ત્રીઓને પરેશાન કરનારી હોય છે.

મનુષ્યના અંદર અમુક ગુણ સ્વંયથી ઉત્પન્ન થાય છે. જેમ કે દાન કરવું, મધૂર વાતો કરવી, લોકોની સેવા કરવી, સમયસર ખરૂ-ખોટાનો નિર્ણય લેવો. તેને ક્યાય અન્ય પાસેથી નથી શીખવામાં આવતું.

ચાણક્ય નીતિ અનુસાર જો કોઈ પુરૂષ કમાયેલા પૈસા તેના શત્રુના હાથમાં ચાલ્યા જાય છે તો તેને મુશ્કેલી વેઠવી પડે છે. તેના પૈસા તેના વિરૂધ દુશ્મનો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here