Homeખબરફરી દિશા બદલી વાવાઝોડાએ, આ જિલ્લાઓ રહેશે સૌથી વધારે અસર...

ફરી દિશા બદલી વાવાઝોડાએ, આ જિલ્લાઓ રહેશે સૌથી વધારે અસર…

ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રીએ તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને પંકજ કુમાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના અનુસાર હાલ પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કિનારે આ વાવાઝોડુ ટકરાય તેવી શક્યતા છે. પવનની ગતિ 150 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે.

આ વાવાઝોડામાં સૌથી વધારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લા પ્રભાવિત થશે. રાજકોટ જામનગર, મોરબી, બોટાદ અને આણંદથી વલસાડ સુધીનાં જિલ્લાઓ સામાન્ય પ્રભાવિત રહેશે. ત્રણ દિવસથી સતત યુદ્ધનાં ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. દરિયામાં ગયેલી તમામ બોટ પર આવી ગઇ છે. સંબંધિત સ્થળો પર લાંગરી દેવામાં આવી છે. એનડીઆરએફની કુલ 44 ટીમો તહેનાત કરવામાં આવી છે.

કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને કોવિડ હોસ્પિટલમાં લાઇટની વ્યવસ્થા ન ખોરવાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ICU ઓન વ્હીલ જેવી વ્યવસ્થા સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. દરેક તાલુકા મથકમાં ફોરેસ્ટ અને જીઇબીની ટીમો તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત હોર્ડિંગ પણ તમામ સ્થળોએથી ઉતારી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હવામાન વિભાગનાં અનુસાર આ વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકશે અને ત્યાંથી રાજસ્થાન તરફ જશે. સવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરવામાં આવી છે. આ વાવાઝોડાને 0 કેઝ્યુલ્ટીના એપ્રોચથી સરકારે તૈયારીઓ કરી છે.

કોઇ જાનહાની ન થાય તે માટે અનેક ગામડાઓને સ્થળાંતરિત કરી દેવાયા છે. દરિયાઇ પટ્ટીના સૌથી વધારે અસર થાય તેવા ગામડાઓ આજ રાત સુધીમાં ખાલી કરાવી દેવાશે. દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. જો કે કાચા મકાનોને આ વાવાઝોડાથી ખુબ જ નુકસાન થશે. 10 ઇંચ જેટલો વરસાદ પડવાની પણ શક્યતા છે. જેના કારણે એનડીઆરએફની ટીમોને કામે લગાવાઇ છે. કુલ 44 એનડીઆરએફ અને 10 એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ ટુ છે

આર્મી, વાયુસેના અને નેવીને સ્ટેન્ડ બાય રહેવા માટેનો આદેશ અપાયો છે. તેઓ પણ શક્ય તેટલી મદદ કરશે. હોસ્પિટલોમાં જનરેટર, પાવર બેંક જેવા સાધનો તૈયાર રખાયા છે. ઓક્સિજન સપ્લાય પણ ન અટકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વીજળી કે ઓક્સિજનનાં અભાવે કોઇ દર્દીને સમસ્યા ન થાય તે માટે પ્રયાસો ચાલુ છે.

વાવાઝોડુ ભયાનક છે જેથી વૃક્ષો પડવાની સમસ્યા પણ સર્જાશે. કોઇ રોડ બ્લોક ન થાય તે માટે ફોરેસ્ટ અને સ્થાનિક કોર્પોરેશનની ટીમોને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં 2 દિવસ સુધી વેક્સિનેશન બંધ રહેશે. તમામ પ્રભાવિત જિલ્લાઓનાં કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં છીએ. જો કે નાગરિકોએ કોઇ અફવામાં ન દોરવાવું. સરકાર સમયાંતરે વિવિધ માધ્યમો દ્વારા સ્પષ્ટતા અને માહિતી આપતી રહેશે. આ ઉપરાંત NGO જેવી સ્વયં સેવી સંસ્થાઓને પણ તૈયાર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આવી સંસ્થાઓને જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments