શું તમે ક્યારેય ચાર પગવાળા વ્યક્તિ વિશે સાંભળ્યું છે? નહીં ને, પરંતુ લગભગ 152 વર્ષ પહેલાં, એક એવી ઘટના બની હતી કે જેણે દરેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આજે પણ, જો કોઈ તેના વિશે સાંભળે છે, તો તે આશ્ચર્યચકિત થયા વિના રહેતું નથી.
વર્ષ 1868 માં, અમેરિકાના ટેનેસીમાં એક એવી છોકરીનો જન્મ થયો, જેને બે નહીં પણ ચાર પગ હતાં. આ યુવતીનું નામ “માયરટલ કૉર્બિન” હતું. માયરટલ કૉર્બિન લગભગ 59 વર્ષ સુધી જીવી હતી. તેમની આ કહાની આજે પણ વિશ્વના લોકોને આશ્ચર્યચકિત કરે દે છે.
ડોકટરોના જણાવ્યા મુજબ, માયરટલના બે પગ અન્ય બંને પગ કરતાં ટૂંકા અને ઓછું કામ આપતા હતા, તે આ બે પગની મદદથી તેના શરીરને સંપૂર્ણ રીતે સંભાળી શકતી નહોતી. પરંતુ તેના બાકીના બે પગ યોગ્ય હતા, તેથી તેના દ્વારા તે ચાલી શક્તિ હતી.
માયરટલ કૉર્બિન વિશ્વભરમાં ‘ચાર પગવાળી મહિલા’ તરીકે ઓળખાય છે. જ્યારે તે માત્ર 13 વર્ષની હતી, ત્યારે તેમના જીવન પર એક પુસ્તક પણ લખાયું હતું, જેનું નામ ‘બાયોગ્રાફી ઓફ માયરટલ કૉર્બિન’ છે.
એવું કહેવામાં આવે છે કે, માયરટલ કૉર્બિનને એક જુડવા બહેન પણ હતી, જેના શરીરનો વિકાસ થતો ન હતો, પરંતુ તેના પગનો વિકાસ થતો હતો. તેથી માયરટલ કૉર્બિનનો જન્મ ચાર પગ સાથે થયો. અને તેને જીવનભર તે પગની સાથે રહેવું પડ્યું.
માયરટલ કૉર્બિનને 19 વર્ષની ઉંમરે ‘જેમ્સ ક્લિન્ટન બિકનેલ’ નામના છોકરા સાથે લગ્ન કર્યા હતા. માયરટલ કૉર્બિનને ચાર પુત્રીઓ અને એક પુત્ર હતો. માયરટલ કૉર્બિનની એક બહેન પણ હતી, જેનું નામ વિલ્લે એન હતું. ‘વિલ્લે એન’ એ ‘લૉકે બિકનેલ’ નામના છોકરા સાથે લગ્ન કર્યા, એટલે કે જેમ્સ ક્લિન્ટન બિકનેલ અને લોક બિકનેલ બંને સગા ભાઈઓ હતા. માયરટલ કૉર્બિનનું મે 1928 માં ટેક્સાસમાં અવસાન થયું હતું.