Homeરસોઈઆજની રેસીપી: ચીઝ રાઈસ બાઉલ, સ્વાદ એવો કે ગાંડા કરી મુકશે.

આજની રેસીપી: ચીઝ રાઈસ બાઉલ, સ્વાદ એવો કે ગાંડા કરી મુકશે.

કોઈપણ રાઈસ ડીશ એ મારી પંસદગીની વાનગી છે. એમાં પણ ચીઝી રાઈસ મારા પ્રિય છે. આજે મેં લગભગ બધા જ વેજીટેબલસ ઉમેરીને ચીઝી રાઈસ બનાવ્યા છે. આ રાઈસ મોટાઓ સાથે બાળકો પણ હોંશે હોંશે ખાશે.

સામગ્રી:-

1 કપ બ્રાઉન રાઈસ (30 મિનિટ સુધી પલાળી રાખો)

1/2 કપ થ્રી કલર કેપ્સિકમ, મકાઈના દાણા

1/2 પાર બોઈલ્ડ (બેબી કોર્ન, બ્રોકોલી, ગાજર, વટાણા)

2 ચમચી બટર

1 ચમચી ચીલી ફ્લેક્સ

1 ચમચી ઓરેગાનો

1 કયુબ વેજીટેબલ સ્ટોક

2 ચમચી ટાકો/રાઈસ સીઝનીંગ મસાલો

1/2 ચમચી લાલ મરચું પાવડર

2 ચમચી સમારેલી લીલી ડુંગળી

ઓલિવસ

સ્વાદાનુસાર મીઠું

3 ચમચી છીણેલું પ્રોસેસ ચીઝ

3 ચમચી મોઝરેલા ચીઝ

બનાવાની રીત:-

પલાળેલ બ્રાઉન રાઈસ ધોઈ 3 સીટી વગાડી લો.

સૌપ્રથમ એક પેનમાં બટર ઉમેરી કેપ્સિકમ 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે પાર બોઈલ્ડ વેજીટેબલસ ઉમેરો 2 થી 3 મિનિટ સુધી સાંતળો.

હવે બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ કુકડ રાઈસ ઉમેરો બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો. હવે લીલી ડુંગળી અને ઓલિવસ ઉમેરો બરાબર મિક્સ કરી લો.

તૈયાર થયેલા રાઈસ માઈક્રો સેફ બાઉલમાં કાઢી લો. ઉપર ચીઝ પાથરો. હવે ઓલિવસ મૂકી ચીલી ફ્લેક્સ છાંટી લો.

હવે રાઈસ બાઉલ માઈક્રોવેવ માં મૂકી હાઈ પાવર પર પ્રથમ 1 મિનિટ સુધી ત્યારબાદ ફરી 1 મિનિટ સુધી હાઈ પાવર પર ચલાવી લો.તૈયાર છે ચીઝી રાઈસ બાઉલ.

રેસીપી અને ફોટો સૌજન્ય:- ઉર્મીબેન દેસાઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments