ભારતમા યુપીએસસી ની પરીક્ષા એ દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા માનવામાં આવે છે. આ પરીક્ષામાં ભાગ લેનારા લોકો ખુબ જ હોશિયાર હોય છે, સામાન્ય વિદ્યાર્થીઓ માટે, આ પરીક્ષા પાસ કરવી એ ખુબ જ અઘરી બાબત છે. રુક્મણી તેની છઠ્ઠા ધોરણની પરીક્ષામાં નાપાસ થઈ છે અને બીજી તરફ તેણે કોઈ પણ પ્રશિક્ષણ વિના યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે.
તમને આ વાત અવિશ્વાસનીય લાગશે પરંતુ સાચું છે, કે રુક્મણીને ઘણા વર્ષો પહેલા ડલહૌસીની એક બોર્ડિંગ સ્કૂલમાં મુકવામાં આવી હતી. અચાનક પરિવર્તન થવાને કારણે રૂકમણી શાળામાં એડજસ્ટ થઈ શક્તિ ન હતી. તેના અભ્યાસને બોર્ડિંગ સ્કૂલના દબાણથી અસર થઈ રહી હતી. તેના અભ્યાસનું સ્તર સતત નીચે જતું રહ્યું હતું અને રુકમણી છઠ્ઠા ધોરણની પરીક્ષામાં નાપાસ થઈ.
પરિણામ પછી ઘણા દિવસો સુધી રુક્મણી ચિંતા માં રહી હતી. રુકમણી ના હૃદય અને મગજ પર ખુબજ પ્રભાવ પડ્યો. તે તેના મિત્રો, તેના પરિવાર અને તેના માતાપિતા સાથે વાત કરવામાં શરમ અનુભવે છે.
તે કહે છે કે જ્યારે હું છઠ્ઠા ધોરણમાં નાપાસ થઈ ત્યારે આ નિષ્ફળતાથી મને ખૂબ ડર લાગ્યો. તે ખૂબ જ નિરાશાજનક બાબત હતી. પરંતુ આ બાબત પછી મેં મારું મન મજબૂત કર્યું. મેં ખૂબ જ મહેનત કરી. હું માનું છું કે જો કોઈ નિર્ણય નિર્ધારિત કર્યો હોય તો તે દરેક ખરાબ તબક્કામાંથી પણ બહાર આવી શકે છે અને કોઈપણ તેને સફળતા પ્રાપ્ત કરવામાં રોકી શકશે નહીં.
રુક્મણીનું જીવન ફરી સંપૂર્ણ ઉત્સાહથી ચાલવા લાગ્યું. રુકમણી આ નિષ્ફળતાથી શીખી કે તે તેના જીવનમાં ક્યારેય નિષ્ફળતા થી પછી નહીં ફરે. સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી, રૂકમણીએ ટાટા સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સમાંથી સામાજિક ઉદ્યમવૃત્તિની ડિગ્રી મેળવી. રુકમણીએ તેના તમામ સેમેસ્ટરમાં ટોચનું સ્થાન મેળવ્યું.
તેની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, રુકમણીએ અનેક એનજીઓ સાથે કામ કર્યું અને દેશની શ્રેષ્ઠતા માટે સમાજમાં લીધેલા પગલાંને અનુસર્યા. રૂકમણીએ સમાજની સ્થિતિ સુધારવા માટે લોકસેવા દ્વારા કામ કરવાનું વિચાર્યું. તેમણે રાજકીય વૈજ્ઞાનિક અને સમાજશાસ્ત્રને તેમના વિષય તરીકે પસંદ કર્યા અને સંપૂર્ણ નિશ્ચિત બનીને કોઈ પણ પ્રશિક્ષણ વિના અભ્યાસ શરૂ કર્યો.
જ્યારે 2011 ની યુપીએસસી પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે રુકમણી નો દેશમાં બીજા નંબરે આવ્યો. સખત મહેનત, આયોજન અને દ્રઢતા એ રુક્મણી નો મુખ્ય ભાગ છે. રૂક્મણી એક જીવંત ઉદાહરણ છે કે લોકો કેવી રીતે તેમની નિષ્ફળતાને દૂર કરી શકે છે અને સફળતા ને મેળવી શકે.
રુક્મિણી એ કહ્યું કે, તમારા ઉદ્દેશ સાથે આગળ વધો. જો હું કરી શકું તો, દરેક જણ કરી શકે છે અને કોઈ તમને સફળ થવામાં રોકી શકતું નથી.