Homeફિલ્મી વાતોહવે તમે આ બાળ કલાકારોને ઓળખી પણ શકશો નહીં, મોટા થયા પછી...

હવે તમે આ બાળ કલાકારોને ઓળખી પણ શકશો નહીં, મોટા થયા પછી દેખાય છે આવા…

બોલિવૂડ ફિલ્મોની વાત આવે ત્યારે આપણે જોયેલી કેટલીક યાદગાર ફિલ્મોની પણ યાદ આવી જાય છે અને એ ફિલ્મોમાં ભૂમિકા ભજવતા ટેલેન્ટેટ કલાકારો પણ યાદ આવે છે. એવા ઘણાં કલાકારો છે કે જેઓ તેમના પાત્રોના લિધે આપણા દિમાગમાં એક છાપ છોડી હોય, આજે અમે તમને એવા જ બાળ કલાકારો વિશે જણાવાના છીએ, જેઓ અત્યારે મોટા થઈ ગયા છે અને અત્યારે એ કલાકારો કંઈક આવા દેખાય છે.

ઓમકાર કપૂરે નસીરુદ્દીન શાહ અભિનીત હિટ ફિલ્મ “માસૂમ” માં બાળ કલાકાર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેને ખુબજ સારો આવકાર મળ્યો હતો, હવે તે બોલિવૂડમાં પ્રખ્યાત અભિનેતા છે, તેણે તાજેતરના વેબ સીરીઝ “ફોરબિડન લવ” માં ઝી 5 પર અને સુપર હિટ ફિલ્મ “પ્યાર કા પંચનામા 2” માં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.

આહસાસ ચન્નાએ તેની શરૂઆતની બાળ કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેની કારકીર્દિ દરમિયાન તે અનેક ફિલ્મોમાં છોકરાઓની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. જો કે, તે હવે તે એક ખુબજ સુંદર યુવાન છોકરી થઈ ગઈ છે અને તે તમામ અગ્રણી વેબ સિરીઝ અને ટીવી એડમાં કામ કરી રહી છે અને તે એક ઇન્ટરનેટ સેલિબ્રિટી છે.

પરઝાને શાહરૂખ ખાન, રાની મુખર્જી અને કાજોલ જેવા સ્ટારની સાથે બ્લોકબસ્ટર ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” માં બાળ અભિનેતા તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેના અભિનયના તે સમયે ખુબજ વખાણ થયા હતા. જોકે, હવે તે લાઈમલાઈટથી દૂર છે અને લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે.

“કુછ કુછ હોતા હૈ” ની બીજી એક બાળ કલાકાર જેણે શાહરૂખ ખાનની પુત્રીનો રોલ કર્યો હતો તેનું નામ છે સના સઈદ, સના સઈદ હવે મોટી થઈ ગઈ છે અને તેની સુંદરતા જોવા જેવી છે, નાનપણમાં ક્યુટ લાગતી આ બાળ કલાકાર હવે ખુબજ હોટ લાગે છે, તેણે ઘણી જાહેરાતો કરી છે અને હિટ ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” માં પણ ભૂમિકા પણ ભજવી છે.

તમને આ આર્ટીકલ્સ કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને વધારે સારા સમાચાર, સ્ટોરી, સુવિચાર વગેરે માટે ફેસબુકમાં અમારા પેજને લાઈક કરવાનું ભૂલતા નહી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments