Homeખબરશૈશવ વિદ્યાલયના શિક્ષકોના અત્યાચારથી બાળકો રાત્રે ઊંઘમાં ઝબકી જાય છે, રડતા રડતા...

શૈશવ વિદ્યાલયના શિક્ષકોના અત્યાચારથી બાળકો રાત્રે ઊંઘમાં ઝબકી જાય છે, રડતા રડતા કહે છે “મારે સ્કૂલે નથી જવું”

ગોત્રી-સેવાસી રોડ પર આવેલી શૈશવ સ્કૂલ નર્સરીમાં ભણતા વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણ અને ભોજન મુદ્દે રજૂઆત કરવા ગયેલા વાલીઓને સતત બીજા દિવસે પણ સ્કૂલ મેનેજમેન્ટે કોઈ નક્કર જવાબ આપ્યો ન હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષકો દ્વારા બાળકોને હેરાન કરવામાં આવે છે અને જો તેઓ બીમાર પડે કે ઉલ્ટી થાય તો વાલીઓને જાણ કરવામાં આવતી નથી.

વાલીઓએ શાળામાં બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ આપવા અને શાળામાં અવ્યવસ્થા અને અસહકાર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શનિવારે મીડિયા સાથે વાત કરતાં કરતા માતા-પિતા ભાવુક થઈ ગયા હતા. શાળાના વાલી પ્રતિનિધિ તરીકે અરજી કરનાર રાજેશ મૂળચંદાણીએ જણાવ્યું હતું કે ઘણા વાલીઓ દ્વારા જાણવા મળ્યું છે કે બાળકો રાત્રે અચાનક રાત્રે જાગી જાય છે અને રડતા રડતા કહે છે “મારે નિશાળે નથી જવું”

શાળાના શિક્ષકો બાળકોને માર મારે છે. આટલું જ નહીં, ગાલ અને શરીરના અન્ય ભારે નખની મદદથી તેઓ ચીપટા ભરે છે. માતા-પિતાએ ફોટા પણ મીડિયાને આપ્યા છે . વાલીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શાળા દ્વારા મિટિંગનો સમય આપવામાં આવ્યો હોવા છતાં શાળાના અધિકારીઓ મળતા નથી.

વાલીઓના કહેવા મુજબ શુક્રવારે બપોરે 12.30 કલાકે મિટિંગનો સમય આપ્યા બાદ બપોરે 3.30 વાગ્યા સુધી આચાર્ય મળ્યા ન હતા. આખરે વાલીઓએ સ્કૂલના જોહુકમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાલીઓ ડીઇઓ કચેરીએ પણ રજૂઆત કરવા ગયા હતા. શાળામાં નર્સરી વિભાગમાં 70 બાળકો અભ્યાસ કરે છે. વાલીઓએ સોમવારે કલેક્ટર અને ડીઇઓ સાથે બેઠક તેમજ આગામી સમયમાં ગાંધીનગર જવાના મુદ્દે બેઠક યોજી હતી.

શાળા શિક્ષકોના અત્યાચારને છુપાવે છે, સીસીટીવી નથી આપતા જોવા
વાલીઓએ જણાવ્યું કે શિક્ષકો બાળકોને માર મારે છે નખોરિયાં બેસાડે છે અમે વર્ગોના CCTV જોવા માંગીયે છીએ પરંતુ ફૂટેજ બતાવવામાં આવતા નથી.

આક્ષેપ ખોટા છે, રજૂઆત કરવા કોઈ આવ્યું નથી: શાળા
શૈશવ વિદ્યાલયના વહીવટી વિભાગે વાલીઓના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે વાલીઓ અમારી પાસે કોઈ રજૂઆત કરવા આવ્યા નથી. તેમણે શુક્રવારે બધા વાલીઓ સાથે મિટિંગનો આગ્રહ રાખ્યો હતો. જ્યારે શાળા મેનેજમેન્ટ વાલીઓ સાથે એક પછી એક એમ રૂબરૂ વાત કરવા તૈયાર હતું. પોલીસને બોલાવવા પર વાલીઓને પણ સમજાવવામાં આવ્યા હતા,વાલીઓના આક્ષેપો પાયાવિહોણા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments