જાણો ચોખાના લોટથી કેવી રીતે બને છે સુંદર ત્વચા.

હેલ્થ

સુંદર ત્વચા દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે, જેના માટે આપણે પાર્લરમાં જતા હોઈએ છીએ. પરંતુ આપણને એ ખબર નથી કે આપણા રસોડામાં જ સુંદરતાનો ખજાનો છે. મોટાભાગના લોકોએ સાંભળ્યું હશે કે કુદરતી વસ્તુઓ વધુ સારી હોય છે.

કુદરતી વસ્તુ એટલા માટે સારી છે કારણ કે જો તે ત્વચા પર સારી રીતે કામ ન કરે તો તેનાથી કોઈ નુકસાન થતું નથી. તેથી આપણી ત્વચા માટે ઘરેલું ઉપાય સૌથી વધુ સારો માનવામાં આવે છે. ત્વચાને સુંદર બનાવવા માટે ચોખાના લોટનો ઉપયોગ થાય છે, જે તમારી ત્વચાને સુંદર બનાવવા અને તમારા ચહેરા પરથી દાગને દૂર કરવામાં મદદ કરે છે.

ચોખાના લોટથી ખીલની સમસ્યાથી રાહત મળે છે. જો તમને ખીલની સમસ્યા છે, તો ચોખાના લોટમાં 1 ચમચી દહીં નાખી તમારા ચહેરા પર લગાવો. તેને અઠવાડિયામાં બે વાર ફરજીયાત લગાવો.

ચોખાના લોટમાં દૂધ નાખીને હળવા હાથે ચહેરા પર માલીશ કરવી. તેને 5 મિનિટ સુધી ચહેરા પર રાખો, થોડા સમય પછી તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

એક ચમચી ચોખાનો લોટ લો. પછી તેમાં 1 ઈંડાનો સફેદ ભાગ નાખો. હવે આ તૈયાર પેસ્ટને તમારા ચહેરા પર હળવા હાથથી મસાજ કરો અને થોડા સમય પછી ચહેરો પાણીથી ધોઈ નાખો.

મધ અને ચોખાના લોટને એક સરખા પ્રમાણમાં લઈને તેને મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવો, સાથે આ પેસ્ટને તમારા ગળા પર પણ લગાવો અને સુકાય જાય પછી તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આ પેસ્ટ તમારા ચહેરા પર ચમક લાવવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *