આ મહિલા એક જ વર્ષમાં બની 21 બાળકોની ‘મા’, 105 બાળકોની માતા બનવાનો પ્લાન છે.

132

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરોગસીની મદદથી માતા બની છે. તેણી અને તેના પતિ નિક જોનાસે એક પુત્રીનું સ્વાગત કર્યું છે. પ્રિયંકા ચોપરાની પુત્રીના આગમન બાદ ફરી એકવાર સરોગસી ટેકનિકને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ઘણી જાણીતી હસ્તીઓ આ ટેકનિકથી પેરેન્ટ્સ બની ચૂકી છે. અમે તમને આવા જ એક વ્યક્તિત્વ વિશે જણાવીએ છીએ, જેણે સરોગસીની મદદથી 21 બાળકોને જન્મ આપ્યો છે.

સરોગસીનું નામ આવતા જ રશિયાની ક્રિસ્ટીના ઓઝતુર્કનું નામ આવે છે, જેઓ અબજોપતિ છે, જે રશિયાની રાજધાની મોસ્કોમાં રહે છે. ક્રિસ્ટીના માત્ર 1 વર્ષમાં 21 બાળકોની માતા બની ગઈ છે અને તે માત્ર 24 વર્ષની છે. ક્રિસ્ટીનાએ એક લક્ષ્ય નક્કી કર્યું છે કે તે 105 બાળકોની માતા બનવા માંગે છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

21 બાળકો પાછળ 68 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે
ક્રિસ્ટિના ઓઝતુર્કનો પતિ મોસ્કોનો અબજોપતિ છે. તેમની ઉંમર 57 વર્ષની છે. ક્રિસ્ટીના જ્યોર્જિયામાં તેના 57 વર્ષીય પતિ ગેલિપ ઓઝતુર્કને મળી હતી. બંનેના લગ્ન થયા અને છેલ્લા એક વર્ષમાં આ કપલ 21 બાળકોના વાલી બની ગયા છે.

ડેઈલી મેઈલના સમાચાર મુજબ છેલ્લા એક વર્ષમાં આ કપલે 68 લાખ રૂપિયા ખર્ચીને 21 બાળકોને જન્મ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, માર્ચ 2020 થી જુલાઈ 2021 સુધી, ગેલિપ અને ક્રિસ્ટીનાએ સરોગસી પર લગભગ 1 કરોડ 43 લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ સિવાય તેણે બાળકોની દેખભાળ પર લગભગ 68 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આટલું જ નહીં આ બાળકો પર એક અઠવાડિયામાં 4 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે.

Previous article20 રૂ.ના કિલો કાજુ? શાકભાજી કરતા પણ સસ્તા કાજુ ભારતના આ શહેર માં વેચાઈ રહ્યા છે.
Next articleપૂજ્ય શ્રી મોરારીબાપુ વિશે જાણો, વાંચી લો આજે તેમના જન્મથી લઈને અત્યાર સુધીની વાત.