Homeઅજબ-ગજબજાણો એવી સમાધિ વિશે કે જ્યા લોકો ફૂલો ચડાવવાને બદલે ચપ્પલ મારે...

જાણો એવી સમાધિ વિશે કે જ્યા લોકો ફૂલો ચડાવવાને બદલે ચપ્પલ મારે છે.

તમે બધી કબરો અને સમાધિ વિશે સાંભળ્યુ જ હશે કે જ્યા લોકો પ્રાર્થના કરવા માટે પણ જાય છે. માનતા પૂર્ણ થવા પર લોકો ચાદર ચડાવે છે અને ફૂલો પણ ચડાવે છે પરંતુ આજે અમે તમને તે સમાધિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમા લોકો ફૂલોને બદલે ચપ્પલનો ઉપયોગ કરે છે.

આ સમાધિનુ નામ પણ ખૂબ વિચિત્ર છે. યુપીમા ઇટાવા પાસેની સમાધિનુ નામ ‘ચુગલખોર કા મકબરા’ છે. એકવાર દુવા કબૂલ થઈ ગયા પછી લોકો અહી બુટ અને ચપ્પલ મારવા આવે છે. ‘ચુગલાખોર કા મકબરા’ મા મોટે ભાગે તે જ લોકો હોય છે જે ઇટાવા-ફરરૂખાબાદ-બરેલી રૂટ પરથી પસાર થાય છે. માર્ગમા જતા શ્રદ્ધાળુઓ પોતાની યાત્રાને સુરક્ષિત કરવા માટે સમાધિ પર પગરખાં અને ચપ્પલ મારે છે.

લોકો કબર ઉપર ચંપલ માર્યા વગર પોતાની મુસાફરી ચાલુ રાખતા નથી કારણ કે એવુ માનવામા આવે છે કે આ માર્ગ પર ભૂતનો વાસ છે. આવી સ્થિતિમા પોતાને અકસ્માતથી બચાવવા માટે આ સમાધિ ઉપર ચંપલનો વરસાદ કરવો જરૂરી છે. સ્થાનિક રહેવાસીઓ પણ માને છે કે પોતાના અને પરિવારના સુખમય પ્રવાસ માટે અહીંના લોકો ભોલુ સઈદની સમાધિ પર ચંપલ મારે છે.

લગભગ પાંચસો વર્ષ જુની આ કબર વિશેની એક ખૂબ જ લોકપ્રિય વાર્તા અહી પ્રખ્યાત છે. જે મુજબ ઇટાવાના બાદશાહે એકવાર અટેરીના રાજા સામે યુદ્ધ કર્યું કારણ કે તેમને લાગ્યુ હતુ કે અટેરીના રાજા પોતાના માટે ખોટી ભાવના રાખે છે. બાદમા બાદશાહને ખબર પડી કે આ તેની ગેરસમજ છે અને આ યુદ્ધ માટે તેના દરબાર ભોલુ સૈયદ જવાબદાર છે.

આ બધુ ભોલુના કાનભરવાની ટેવને કારણે થયુ હતુ. રાજાએ ગુસ્સે થઈને બાદશાહે લોકોને આદેશ આપ્યો કે ભોલુ મૃત્યુ ન પામે ત્યા સુધી ચંપલથી મારવો. આ પરંપરા ભોલુ સૈયદના મૃત્યુ પછી પણ સમાપ્ત થઈ નથી અને આજે પણ લોકો તેને નિભાવતા રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments