Home જીવન શૈલી પરણેલા લોકો આ કારણે કરે છે અફેર, જાણો તેના 5 કારણો..

પરણેલા લોકો આ કારણે કરે છે અફેર, જાણો તેના 5 કારણો..

1096

બોલિવૂડ સ્ટાર્સ અથવા કોઈ સામાન્ય માણસની વાત કરો તો તમે ઘણી વાર જોયું હશે કે લોકો જૂનો સંબંધ હોવા છતાં જીવનમાં કોઈ બીજી વ્યક્તિની જરૂરિયાત અનુભવે છે.

આપણે બધા જાણીએ છીએ કે મજબૂત સંબંધ રાખવા માટે, તેમાં પ્રેમ અને વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી હોય છે. આ બધૂ હોવા છતાં, અચાનક એવું શું થાય છે કે લોકો તેમના જીવનસાથીને છોડી દે છે અને કોઈ અન્ય વ્યક્તિ તરફ આકર્ષિત થવા લાગે છે. ચાલો જાણીએ આની પાછળના પાંચ મહત્વના કારણો.

ભૂતકાળ

કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિ તરફ ત્યારે જ આકર્ષાય છે કે જ્યારે તેના લગ્ન તેની ઇચ્છા વિના થયા હોય છે. આવી સ્થિતિમાં, સ્ત્રીઓ અથવા પુરુષો ક્યારેય તેમનો પહેલો પ્રેમ ભૂલી શકતા નથી અને તેમના ભૂતકાળ તરફ વળી જાય છે.

લગ્નજીવનથી કંટાળી

પોતાના જીવનસાથી તરફથી મળતા પ્રેમ અને સમયના અભાવને કારણે, લોકો પોતાના સંબંધોથી કંટાળી જાય છે. જેને કારણે જ્યારે કોઈ વ્યક્તિ તેમની તરફ ધ્યાન આપવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ તેમના તરફ આકર્ષિત થવા લાગે છે. જેના કારણે ગેરકાયદેસર પ્રેમ સંબંધો રચાય છે.

ભાવનાત્મક એકલતા

કોઈપણ સંબંધની તાકાત તેના ભાવનાત્મક પાસા પર આધારીત છે. જો કોઈ વ્યક્તિ તેની પત્નીને સમય ન આપતો હોય કે પછી પત્ની પોતાના પતિ સાથે યોગ્ય રીતે વાતચીત ન કરતી હોય. એનો એ મતલબ થાય કે તેના સંબંધમાં ક્યાંય પણ ભાવનાત્મક જોડાણ નથી, ત્યારે પણ અફેર થઇ શકે છે.

બદલો

ઘણી વખત મહિલાઓ જીવનસાથી દ્વારા મળેલા અનાદરનો બદલો લેવા માટે અફેર કરે છે.આ અફેર તે પોતાના પતિ ને એ બતાવવા માટે કરે છે કે કોઈ ને દબાવ માં રાખવું કેવું લાગે છે.

જરૂરિયાત

ઘણી વખત લોકો અન્ય છોકરાઓ અથવા છોકરીઓ સાથે એ માટે અફેર રાખે છે કે જ્યારે તેમના જીવનસાથી તેમની માનસિક, ભાવનાત્મક જરૂરિયાતો તેમજ તેમની શારીરિક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં અસમર્થ હોય છે.