માત્ર 5 ધોરણ ભણેલી મહિલા ખેડૂત, ખેતીથી વર્ષે કમાય છે 25 લાખ રૂપિયા, ખાતર પણ બનાવે છે પોતાના હાથે…

દિલધડક સ્ટોરી

આજ કાલ ખેડુત અને ખેતી પર લોકો વિશેષ ધ્યાન આપે છે અને હાલમાં મોટા પ્રમાણમાં યુવા વર્ગ ખેતી પ્રત્યે આર્કષીત થયો છે ત્યારે અમે તમને એક એવી મહિલા ખેડુત વિશે જણાવવા માંગીએ છીએ જેણે પોતાના હાથે પોતાની કિસ્મત લખી હોય તેવું આપને લાગશે, રાજસ્થાનના સીકર અને ઝુનઝુનુ જીલાની સરહદની વચ્ચે આવેલું બેરી ગામની આ મહિલા ખેડુત વિશેની માહિતી હાલમાં સોશ્યિલ મિડીયા પર ખુબજ શેયર કરવામાં આવી રહી છે, તો ચાલો અમે તમને જણાવીએ આ ખેડુત મહિલા વિશે…

આ ખેડુત મહિલાનું નામ છે સંતોષ દેવી, સંતોષ દેવી લગભગ 1.25 એકર જમીનમાં સિંધુરી દાડમની ખેતી કરે છે. સંતોષદેવીના ગામમાં દાડમની ખેતી માટે પ્રતિકૂળ હવામાન અને ભૌગોલિક સ્થાન હોવા છતાં, તેમણે દાડમની ઉત્તમ ખેતી કરીને બીજા ખેડુતો માટે એક ઉદાહરણ રજૂ કર્યું છે. કહેવાય છે કે તે દાડમની ખેતી કરીને વાર્ષિક 25 લાખ રૂપિયા કમાય છે. તેમાં દાડમના ફળો અને છોડનું વેચાણ શામેલ છે.

સંતોષે 5 માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણીને ખેતીમાં રસ હતો, તેથી તેણીએ નાનપણથી જ ખેતી સાથે જોડાયેલી હતી. તેના લગ્ન 15 વર્ષની ઉંમરે થયા હતા. તેનો પતિ હોમગાર્ડ તરીકે કામ કરતો હતો અને મહિને 3 હજાર રૂપિયા કમાતો હતો.

વર્ષ 2008 માં સંતોષે દાડમની ખેતી કરવાનું વિચાર્યું અને આ વિચારને અમલમાં મુકવા માટે તેણે પોતાની ભેંસ વેચી અને તે પૈસાથી ખેતરમાં ટ્યુબવેલ બનાવ્યા. જો કે તેના ખેતરમાં વીજળી ન હતી, તો પછી તેને જનરેટર સાથે જોડીને પાણીની વ્યવસ્થા કરી અને તેમણે 220 સિંદૂરી દાડમના છોડ રોપ્યા. ટપક પદ્ધતિથી છોડને પાણી પીવડાવવામાં આવતું, વર્ષ 2011 માં, આ દાડમના છોડોએ ફળ આપવાનું શરૂ કર્યું.

ત્યાં જ સંતોષનું ભાગ્ય બદલાઈ ગયું. તેમને પોતાની જાતે પ્રયોગ કરીને દાડમની અલગ જાત વિકસાવી હતી અને તેને કૃષિ વૈજ્ઞાનિકનો એવોર્ડ પણ મળ્યો છે. કૃષિ મંત્રીએ તેમને 1 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. દરરોજ 15-20 ખેડૂત દાડમની ખેતી વિશે શીખવા તેના ફાર્મ હાઉસમાં આવે છે.

એક વર્ષમાં તે લગભગ 15 હજાર દાડમના છોડ વેચે છે, જે 10 થી 15 લાખ રૂપિયાનો વધારાનો નફો રળી આપે છે. તે જાતે છોડ માટે જૈવિક ખાતર તૈયાર કરે છે. તે જંતુનાશક દવા પણ પોતાની કોઠાસુઝ દ્વારા બનાવે છે, જેથી જીવાતોથી દાડમનો છોડને નુકસાન ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *