Homeહેલ્થશું તમે પણ તમે દાઢના દુખાવાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું...

શું તમે પણ તમે દાઢના દુખાવાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય, જે તમને આપશે તરત જ રાહત…

દાંતના દુખાવો ઘણી વાર એટલો પીડાદાયક હોય છે કે, તે દૈનિક પ્રવૃત્તિઓને પણ અસર કરે છે. દાઢમાં દુખાવો થવાના કારણે, બીજી પણ સમસ્યા થાય છે. દાઢનું મુખ્ય કાર્ય ખોરાક ચાવવાનું છે. દાઢ ખોરાકને ચાવવા, તોડવા અને પીસવા માટે થાય ઉપયોગી છે. વ્યક્તિમાં સામાન્ય રીતે 12 દાઢ હોય છે, જે બંને દાંતના જૂથમાં દાંતની પાછળની બાજુએ અને ઉપર અને નીચે હોય છે.

દાઢના દુખાવાના ઘણા પ્રકારો છે, જેમાં ઠંડા અને ગરમ ખોરાક અથવા પીણા પ્રત્યે સંવેદનશીલતા, ખોરાકને ચાવવા માટે દબાણ કરતી વખતે તીવ્ર પીડા, ઉપલા દાંતની એક અથવા બંને બાજુ મધ્યમ દુખાવો સહિતના દાઢના દુખાવાના ઘણા પ્રકારો હોઈ શકે છે. પેઢામાં સતત તીવ્ર પીડા, સોજો અને સ્પર્શની સંવેદના શામેલ છે.

તણાવ અથવા ગુસ્સામાં દાંત ભીસવા પણ દાંતના દુખાવાનું કારણ છે. દાઢનો દુખાવો એ ખરેખર એક નસનો દુખાવો છે. જ્યારે દાઢ કોઈ ઉત્તેજક પદાર્થના સંપર્કમાં આવે છે ત્યારે દાઢમાં દુખાવો થાય છે. 

જો દાઢનો દુખાવો સહન ન થાય, તો દંત ચિકિત્સક પાસે જવું જરૂરી છે. દંત ચિકિત્સકો પીડાની તપાસ કરે છે, જરૂર પડે તો એક્સ-રે પણ કરે છે. કેટલાક કિસ્સાઓમાં, પીડાને નિયંત્રિત કરવા માટે, દાંતની આજુબાજુ ઈન્જેક્શન મારવામાં આવે છે અને જો ત્યાં સોજો આવે છે, તો પછી એન્ટિબાયોટિક્સ દવા આપવામાં આવે છે.

સામાન્ય રીતે દાઢના દુખાવાની સારવાર ઘરે પણ કરી શકાય છે. પ્રારંભિક સારવાર તરીકે મીઠાના પાણીથી કોગળા અસરકારક માનવામાં આવે છે. આ પાણી એન્ટીબેક્ટેરિયલ છે અને દાઢના દુખાવાની સારવાર સાથે સોજો અને બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. દાઢના દુખાવાને ઘટાડવાનો બીજો રસ્તો છે ઠંડા પદાર્થનું સેવન કરવું. તેના કારણે રક્ત વાહિનીઓ સંકુચિત થઈ જાય છે, જેનાથી પીડા ઓછી થાય છે. આ માટે, બરફનો ટુકડો કાપડમાં લપેટીને 20 મિનિટ સુધી સતત દાઢ પર રાખો.

દાઢના દુખાવાને દૂર કરવા અને પેઢાનો સોજો મટાડવા માટે લવીંગ ટી નો ઉપયોગ કરો. દાંતના દુખાવાની સારવાર માટે લવિંગ પણ એક અસરકારક ઉપાય છે. લવિંગમાં એવું તેલ હોય  છે જે દાઢની પીડાથી રાહત છે. તેમાં ઈયુજિનૉલ નામનું પ્રાકૃતિક એન્ટિસેપ્ટિક તત્વ હોય છે. રૂ માં લવિંગ તેલ નાંખો અને તેને અસરગ્રસ્ત દાઢમાં લગાવો, તેનાથીદાઢના દુખાવામાંથી તરત જ રાહત મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments