જો તમે ઘરે દહીં ભેગુ કરી રહ્યા છો અને તેને ખાટુ થવાથી બચવવા માંગતા હો તો નિશ્ચિતપણે આ ૩ સરળ ટીપ્સને અનુસરો. તેનાથી દહીંમા મીઠાશ રહેશે. ઉનાળાની ઋતુમા જો તમે ખોરાક અને પીણાને બરાબર સંગ્રહિત નહી કરો તો તે ખૂબ જ જલ્દીથી બગડી જશે. ખાસ કરીને આ સિઝનમા ડેરીની વસ્તુઓ યોગ્ય રીતે સંગ્રહિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દૂધ, પનીર, ઘી અને દહીં એવી કેટલીક ડેરીની વસ્તુઓ છે જે ઉનાળાની ઋતુમા યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામા આવે તો તેનો સ્વાદ બગાડી શકે છે.
આમાંથી દહીં એક એવી વસ્તુ છે જે સૌથી ઝડપી ખરાબ થાય છે અને ખાટુ થઈ જાય છે. યોગ્ય રીતે સંગ્રહિત ન કરવા ઉપરાંત દહીં ખાટુ થવા માટેના અન્ય કારણો હોઈ શકે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે ઉનાળાની ઋતુમા તમે કેવી રીતે દહીંને ખાટુ થતા બચાવી શકો છો.
૧) યોગ્ય વાસણમા દહી સ્ટોર કરો :- જો દહીં બજારનુ હોય તો તે બીજા દિવસ સુધી ખાટુ નહી થાય આ વાતની કોઈ ગેરેંટી હોતી નથી. પરંતુ જો તમે ઘરે દહીં મૂકી રહ્યા છો તો તમારે તેને યોગ્ય રીતે મેળવવુ જોઈએ. પ્રથમ વસ્તુ જે તમારે ધ્યાનમા રાખવાની જરૂર છે કે દહીં જમાવવા માટે સંપૂર્ણ મલાયવાળા દૂધનો ઉપયોગ કરો અને તમે જે મેળવણનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તે ખાટુ ન હોવુ જોઈએ.
બીજી મહત્વની બાબત એ છે કે તમારે માટી અથવા સિરામિક વાસણમા દહી બનાવવુ જોઈએ. ઉનાળાની ઋતુમા માટીના વાસણમા રાખેલ દહીં ઠંડુ રહે છે અને ખાટુ થવા દેતુ નથી. દહીંને જમાવવા માટે દૂધને સારી રીતે ઉકાળો. તે પછી તેમા અડધી ચમચી મેળવણ નાંખો અને તેને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેને માટીના વાસણમા નખી દો.
૨) દહી જમાવવા માટેનો યોગ્ય સમય :- સામાન્ય રીતે મહિલાઓ સવારે દહી જામવાની પ્રક્રિયા કરે છે અને તે જ દહી સાંજે પીરસે છે. જો કે પદ્ધતિ યોગ્ય નથી. આને કારણે દહીમા ગાઢપણ આવતુ નથી, સાથે-સાથે દહીં પાણી છોડે છે. દહીં તૈયાર કરવાનો ઉત્તમ સમય સાંજના ૫ થી ૬ ની વચ્ચેનો છે. ઉનાળાની ઋતુમા દહીં ઝડપથી થીજી જાય છે.
જો તમે સાંજે ૬ વાગ્યે દહી જમાવવાની પ્રક્રિયા પૂર્ણ કરો છો તો રાત્રે ૧ થી ૧૧ ની વચ્ચે તમે દહી જમાવી શકો છો. પરંતુ તરત જ તેનો ઉપયોગ કરશો નહીં. દહીંનો ઉપયોગ કર્યા વિના તેને ફ્રિજમા મૂકી દો. સવારે તમને જાડુ અને મીઠુ દહી ખાવા મળશે.
૩) યોગ્ય જગ્યાએ સ્ટોર કરો :- દહીં સંગ્રહિત કરવાની શ્રેષ્ઠ જગ્યા ફ્રિજ છે. પરંતુ ફ્રિજમા તમારે હંમેશા પાછળની બાજુ દહી રાખવુ જોઈએ જેથી તે પુષ્કળ ઠંડક મેળવી શકે. વળી હંમેશા દહીંને પ્લેટથી ઢાકીને રાખો. ખરેખર દહીં ખૂબ જ ઝડપથી અન્ય ખાદ્ય ચીજોની સુગંધ શોષી લે છે. તેનાથી દહીને જલ્દી ખાટુ થવાનું જોખમ વધી જાય છે. એટલુ જ નહી ફ્રિજના ગેટની પાસે ક્યારેય દહી ન રાખવુ. જો તમે આ કરો છો તો તેને ઓછુ કુલિંગ મળશે અને દહી ખાટુ થઈ જશે.