દહીં મેળવતા પહેલા દૂધમાં મિક્સ કરો કિસમિસ (દ્રાક્ષ) ,આ પરેશાનીઓ રહેશે દૂર..

0
261

શિયાળાની ઋતુમાં રોગોનો શિકાર થવાનું જોખમ સૌથી વધુ હોય છે. તેથી, સંતુલિત અને પોષક આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઋતુમાં હંમેશા આવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે પેટને સ્વસ્થ રાખે છે. મોટેભાગે, પેટ એ તમામ રોગોનું મૂળ છે, એવામાં ફક્ત જે સ્વસ્થ રાખે છે તેનું સેવન કરવું જોઈએ.

ડાયેટિશિયન્સ અને ડોકટરોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં પેટ અને આંતરડાને સ્વસ્થ રાખતી ચીજોનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. એવું કહેવામાં આવે છે કે પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, વાળ ખરવા અને ઉંઘ ન આવે તે સંબંધિત મુશ્કેલીઓનો સીધો સંબંધ પેટ સાથે છે.

આવી સ્થિતિમાં પેટને સ્વસ્થ રાખવામાં દહીં ખૂબ જ ફાયદાકારક છે અને જો આ દહીંમાં કિસમિસ મિક્સ કરવામાં આવે તો સુખદ આનંદ આવે છે, તો ચાલો જાણીએ કિસમિસ દહીં બનાવવાની રેસીપી અને તેને ખાવાના ફાયદા…

કિસમિસ દહીં બનાવવાની સાચી રીત

એક બાઉલ દૂધ, એક ચમચી દહીં અને 4 થી 5 કિસમિસ જરૂરી છે. પહેલા દૂધને થોડું ગરમ ​​કરો અને ત્યારબાદ તેમાં કિસમિસ ઉમેરો. કિસમિસ ઉમેર્યા પછી, એક ચમચી દહીં ઉમેરી 32 વાર મિક્સ કરો. જો તમારી પાસે દહીં ઉપલબ્ધ નથી તો તમે છાશ પણ વાપરી શકો છો.

દૂધ, દહીં અને કિસમિસને બરાબર મિક્ષ કરી તેને ઢાકીને 8 થી 12 કલાક સેટ થવા દો. આ પછી દહીં તપાસો. જો દહીંનો ઉપરનો પડ જાડો લાગે છે, તો સમજો કે તમારૂ કિસમિસ દહીં તૈયાર છે. તમે તેને બપોરના ભોજનમાં અથવા બપોરના ભોજન પછી ખાઈ શકો છો.

કિસમિસ દહીં ખાવાના ફાયદા…

દહીંમાં આયર્ન, ફાઇબર, કેલ્શિયમ, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ જેવા વિવિધ ગુણધર્મો છે, જે શરીરમાં પ્રોબાયોટિકની જેમ કામ કરે છે. તેથી કિસમિસ દહીં ખાવાથી અનેક રોગો દૂર રહે છે.
કિસમિસની વાત કરીએ તો, તે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ અને ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરેલા છે. તેથી તેને દહીં સાથે મિક્સ કરવાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે. ઉપરાંત, હાડકાંનો વધુ વિકાસ થાય છે.

જો તમે બવાસીર જેવા ગંભીર રોગ સાથે લડી રહ્યા છો, તો પછી કિસમિસ દહીં તમારા માટે રામબાણથી ઓછું નથી. તમારે બપોરના ભોજનમાં દરરોજ કિસમિસ દહીં ખાવું જોઈએ. દહીં ઉપરાંત રોજ બપોરના ભોજનમાં એક ગ્લાસ લસ્સી પીવું પણ ખૂબ ફાયદાકારક છે.
આંતરડા અને પેટને લગતી બધી બીમારીઓથી છૂટકારો મેળવવા દહીં ખાવું જ જોઇએ. ડોકટરો પણ માને છે કે દહીં પેટને લગતી બીમારીઓ માટેનો ઉપચાર છે.

જો તમને હ્રદયને લગતી બીમારીથી પીડાઓ છો તો દહીં તમારા માટે ખૂબ ફાયદાકારક છે.હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ અને કિડનીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દહીંનું સેવન કરવું જોઈએ.
પાતળા લોકો વજન ન વધવાની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં જો તમે પણ આનાથી પરેશાન છો, તો દહીં તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. દહીંમાં કિસમિસ ખાવાથી વજન વધે છે.

ઘણા લોકો મોના છાલાથી ખૂબ જ પરેશાન હોય છે. આવા લોકો માટે દહીં કોઈ દવાથી ઓછી નથી. એવું માનવામાં આવે છે કે દહીંની મલાઈ લગાવીને ફોલ્લાઓ ખૂબ ઝડપથી મટતા હોય છે. આ સિવાય દહીંમાં કિસમિસ અથવા મધ મેળવીને ખાવાથી મોંના છાલા ઝડપથી મટે છે.
દાંત આવવા વાળા છોકરાને દહીં અને મધ ચટાડવાથી ફાયદો થાય છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here