Home ફિલ્મી વાતો દારૂના નશામાં આ બોલિવુડ સ્ટારોએ કરી હતી એવી હરકતો કે થઈ ગઈ...

દારૂના નશામાં આ બોલિવુડ સ્ટારોએ કરી હતી એવી હરકતો કે થઈ ગઈ હતી બબાલ, છેલ્લા નંબરની હિરોઈનની હરકત જાણીને તમે પણ શરમ લાગશે.

1379

બોલિવૂડ સ્ટાર્સની દરેક હરકત હેડલાઇન્સ બની જાય છે અને જ્યારે તેઓ કંઈક હરકત કરે છે અથવા વિવાદાસ્પદ નિવેદન આપે છે, તો ત્યાંરે ભારે હોબાળો મચી જતો હોય છે. કેટલાક બોલિવૂડ સ્ટાર્સ એવા પણ છે કે જેમના પર પૈસા અને દારૂના નશામાં અપશબ્દો બોલવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેમની આવી હરકતોને કારણે તેઓ વિવાદોમાં ઘેરાયેલા રહે છે. ચાલો આજે જાણીએ આવા જ કેટલાક સ્ટાર્સ વિશે, જે દારૂના બંધાણી છે.

સલમાન ખાન

બોલીવુડના દબંગ ખાન દારૂના નશામાં ધૂત થઈને બબાલ કરવાના ધણા કિસ્સાઓ છે. વર્ષ 2002 માં સલમાન ખાનના ડ્રિંક એન્ડ ડ્રાઇવનો મામલો ખુબજ ચર્ચામાં રહ્યો હતો અને આ મામલે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો. એકવાર સલમાને દારૂના નશામાં અભિનેતા રણબીર કપૂર પર પણ હાથ ઉપાડી દીધો હતો. ત્યારે રણબીર કપૂર ફિલ્મોમાં કામ કરતો ન હતો.

નશામાં એશ્વર્યા રાયના ઘરે સલમાન દ્વારા કરવામાં આવેલો ભવાડો બધાને યાદ હશે, આ ઉપરાંત સલમાન ખાને વર્ષ 2008 માં શાહરૂખ ખાન સાથે દારૂ પીધેલી હાલતમાં બબાલ કર્યો હતો, જેના કારણે શાહરૂખ સાથેની તેમની વાતચીત લગભગ 6 વર્ષ બંધ થઈ ગઈ હતી. આ સિવાય કેટલીક પાર્ટીઓમાં સલમાન ખાન દારૂના નશામાં ઝઘડા કર્યાના કિસ્સા પણ સામે આવ્યા છે.

સંજય દત્ત

સંજય દત્ત લગભગ દરેક પાર્ટીમાં દારૂના નશામાં જોવા મળે છે. તેની બાયોપિક ફિલ્મ સંજુમાં પણ તેની ડ્રગ અને દારૂની લત દેખાડવામાં આવી છે. સંજય દત્તે ખુદ ઘણા ઇન્ટરવ્યુમાં દારૂ અને ડ્રગ્સના વ્યસનની કબૂલાત આપી છે. મીડિયા સાથે ઘણી વાર વાત કરતી વખતે તે દારૂના નશામાં પણ જોવા મળ્યો છે.

કપિલ શર્મા

કોમેડી કિંગ કપિલ શર્મા પર પણ દારૂના નશામાં રહીને અશ્લીલતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે દારૂના નશામાં સુનીલ ગ્રોવર પર ચપ્પલ ફેંકી હતી, ત્યારબાદ સુનીલ ગ્રોવરે તેની સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. કપિલ અને તેની ટીમ એક શો કરીને ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરી રહ્યા હતા.

કપિલ શર્માએ દારૂ પીધો હતો અને દારૂ પીધેલી હાલતમાં સુનિલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. સુનિલે તેનો વિરોધ કર્યો ત્યારે કપિલે તેને ફ્લાઇટમાં જ થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ સુનિલે તેની સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કપિલનું આ કૃત્ય તેની સફળ કારકિર્દીમાં કાયમ માટેનો ડાઘ બની ગયો.

શાહરૂખ ખાન

કિંગ ખાન દ્વારા દારૂના દુરૂપયોગને લગતો એક કિસ્સો ૨૦૧૨ માં સામે આવ્યો હતો જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને આઈપીએલ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. આ જીતની ઉજવણી કરી રહેલા કેકેઆરના માલિક શાહરૂખ ખાન જ્યારે નશામાં હતા ત્યારે તેણે બીસીસીઆઈ અધિકારીઓ સાથે ગાલીગલોચ કરી હતી, ત્યારે પણ ખુબજ વિવાદ થયો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે મેચ પૂરી થયા પછી, એમસીએ ના અધિકારીઓએ ફ્લડલાઇટ્સ બંધ કરી દીધી હતી અને શાહરૂખ એમસીએ અને બીસીસીઆઈ ના અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી. આ ઘટનાની મુંબઈના સહાયક પોલીસ કમિશનરે પુષ્ટિ કરી હતી કે તે સમયે શાહરૂખ ખાન નશાની હાલતમાં હતો. આ સિવાય શાહરૂખ ખાને દારૂના નશાની હાલતમાં તેની મિત્ર ફરાહ ખાનના પતિને પણ માર માર્યો હતો.

મીકાસિંહ

પ્રખ્યાત સિંગર મીકા સિંહે પણ ખૂબ જ દારૂ પીવે છે. આ વાત વર્ષ 2006 ની છે, જ્યારે મીકા સિંહે તેના જન્મદિવસના પ્રસંગે કેક કાપ્યા પછી આઇટમ ગર્લ રાખી સાવંતને હોઠ પર કિસ્સ કરી લિધી હતી અને તેના કારણે ભારે હંગામો થયો હતો. રાખી આ માટે કોર્ટમાં ગઈ હતી. રાખીએ આરોપ લગાવ્યો હતો કે મીકા સિંહે નશાની હાલતમાં તેની સાથે બળજબરી કરી હતી. આ મામલો લાંબા સમય સુધી મીડિયામાં છવાયેલો રહ્યો હતો.

મલાઈકા અરોરા

મલાઇકા અરોરાએ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના 50 માં જન્મદિવસની ઉજવણીમાં ખુબજ દારૂ પીધો હતો અને વિચિત્ર હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે સોનમ કપૂરે મલાઈકાને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે દારૂના નશામાં મલાઇકાએ પણ સોનમને ધકેલી દીધી હતી. ત્યારબાદ મલાઇકા તેના આ કૃત્યોને કારણે સમાચારોમાં હેડલાઇન્સ બની હતી.

અમીષા પટેલા

અમિષા પટેલના દારૂના વ્યસન વિશે બધાને ખબર છે, જેમણે ફિલ્મ કહો ના પ્યાર હૈથી કારકિર્દીની શરૂઆત કરી હતી. એકવાર અમીષા ઘણી ચર્ચામાં આવી ગઈ હતી જ્યારે તે પાર્ટીમાં દારૂના નશામાં ખુલ્લેઆમ કિસ કરતી જોવા મળી હતી. નશાની હાલતમાં પણ તેણે ઘણી વખત ઇન્ટરવ્યુ આપ્યા છે.