દાંતોની પીળાશથી ઝલ્દી છૂટકારો મેળવવા માગો છો, તો અપનાવો આ ઘરેલું આ ઉપાય…

હેલ્થ

જો આપણા દાંત પીળા થઈ ગયા હોય તો આપણને સમૂહમાં હસતી વખતે શરમ આવે છે. દાંતની પીળાશને કારણે લોકો કોઈની સામે ખુલ્લેઆમ હસી શકતા નથી. દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે તેની નિયમિત કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. દાંતને સફેદ બનાવવા માટે ખાવા-પીવા પર પણ ધ્યાન રાખવું જોઈએ.

દાંતની પીળાશ દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો. સરસવનું તેલ દાંતની પીળાશ દૂર કરવા માટે અસરકારક છે. તેનો ઉપયોગ કરવાથી તમારા દાંત સાફ રહે છે અને દાંતની પીળાશ ઘટવા લાગે છે. તો ચાલો જાણીએ દાંતની પીળાશ દૂર કરવા માટે સરસવના તેલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

દાંતની પીળાશ દૂર કરવા માટે તમે સરસવના તેલ સાથે હળદરનો ઉપયોગ કરી શકો છો. સરસવના તેલમાં અડધી ચમચી હળદરનો પાવડર નાખી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારી આંગળીથી દાંત પર લગાવીને સારી રીતે ઘસો. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરવાથી, તમારા દાંતની પીળાશ થોડાદિવસોમાં જ દૂર થઈ જશે, અને તેનાથી પણ પેઢાઓ મજબૂત બને છે.

દાંતના પેઢાઓ મજબૂત બનાવવા માટે મીઠું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, તેથી આજકાલ કેટલીક ટૂથપેસ્ટમાં મીઠું પણ આવે છે. અડધી ચમચી સરસવના તેલમાં એક ચપટી મીઠું નાખી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટથી નિયમિત તમારા દાંત સાફ કરો. થોડા દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે.

માત્ર સરસવનું તેલ પણ તમને દાંત અને પેઢાની સમસ્યાથી છુટકારો આપે છે. તમે તમારા દાંત પર ફક્ત સરસવના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. થોડું સરસવનું તેલ આંગળીમાં લઈ તેને તમારા દાંત પર 3-4 મિનિટ સુધી ઘસો. પછી પાણીથી કોગળા કરો. આમ કરવાથી પણ તમારા દાંતની પીળાશ દૂર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *