ડાયાબિટીઝના દર્દીઓએ ખાવા પીવાની વિશેષ કાળજી લેવી પડે છે. ગળી ચીજો ખાવાથી બ્લડ સુગરનું લેવલ વધે છે, તેથી ડાયાબિટીઝના દર્દીઓ મીઠી વસ્તુઓ ખાઈ શકતા નથી. પરંતુ કેટલીક મીઠી વસ્તુઓ એવી પણ છે જે બ્લડ સુગરના લેવલમાં વધારો કરતી નથી. ડાયાબિટીઝના દર્દીઓ આ મીઠી વસ્તુઓનું સેવન કરી શકે છે. અને વળી આ મીઠી ચીજોનું સેવન આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો તમને જણાવીએ કે ડાયાબિટીસના દર્દીઓ કઈ મીઠી વસ્તુઓ ખાઈ શકે છે…
ડાયાબિટીઝના દર્દીઓ મધનું સેવન કરી શકે છે. મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મધમાં નાયસિન, વિટામિન બી-6, વિટામિન સી, કાર્બોહાઇડ્રેટ, રાઇબોફ્લેવિન અને એમિનો એસિડ જેવા તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર છે. અને બ્લડ સુગરના લેવલને કંટ્રોલમાં રાખે છે.
ખજૂરનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીઝના દર્દીઓ ખજૂરનું સેવન કરી શકે છે. ડાયાબિટીઝના દર્દીઓએ ખાવા પીવાની કાળજી લેવી જોઈએ, અને આહારમાં એવી વસ્તુઓ લેવી જોઈએ કે જેના સેવનથી બ્લડ સુગરનું પ્રમાણ નિયંત્રિત થાય છે. ખજૂર ખાવાથી ડાયાબિટીઝનું પ્રમાણ યોગ્ય રહે છે.
ડ્રાઈફ્રુટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ આહારમાં ડ્રાઈફ્રુટનો સમાવેશ કરી શકે છે. ડ્રાઈફ્રુટમાં ફાઇબર, પ્રોટીન, અસંતૃપ્ત ફેટી એસિડ્સ અને એન્ટીઓકિસડન્ટનું પ્રમાણ ખુબ જ છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ડાયાબીટીઝના દર્દીઓ દરરોજ મર્યાદિત માત્રામાં ડ્રાઈફ્રુટનું સેવન કરી શકે છે.