આ યુવાને પોતાની પીઠ પર 59 નામના ટેટુ બનાવ્યા છે, કારણ જાણીને તમે પણ આ યુવાનને નમન કરશો

222

દેશના શહીદો પ્રત્યે તમામ દેશવાસીઓ મનથી શ્રદ્ધાભાવ રાખે છે, પરંતુ રાજસ્થાનના અલવર જિલ્લાના શાહજહાંપુર વિસ્તારના ગામડા લામચપુરનો મુકેશ સિંહ ચૌહાણની દેશભાવનાને સત સત નમન છે. કારણ કે મુકેશ સિંહે પોતાની પીઠ પર શહીદોના નામ ત્રોફાવ્યા છે.

1971માં ભારત તથા પાકિસ્તાન યુદ્ધમાં પોતાના ગામમાં શહીદ થયેલા 56 સૈનિકો તથા બાજુના ગામના ત્રણ શહીદોના નામ લખ્યા છે. હાલમાં મુકેશ સિંહ જયપુરના વિદ્યાઘર નગરમાં પરિવાર સાથે રહે છે. તે ચૌહાણ હોટલમાં મેનેજરના પદ પર કાર્યરત છે.

મુકેશ ચૌહાણે કહ્યું હતું કે તમામ શહીદોના નામ જયુપરની અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ત્રોફાવ્યા હતા. ત્યારબાદ કુતીંના ગામના 3 શહીદ જવાનોના નામ લખાવ્યા હતા. આ રીતે કુલ 62 શહીદોના નામ પોતાના શરીર પર લખીને દેશભક્તિની અનોખી મિસાલ પૂરી પાડી છે.

મુકેશે કહ્યું હતું કે તે સેનામાં જવા માગતો હતો, પરંતુ શારીરિક દક્ષતા એક્ઝામમાં તે પાસ થઈ શક્યો નહીં અને તે પોતાનું સપનું પૂરું ના કરી શક્યો. જોકે, દેશના જવાનો પ્રત્યેની શ્રદ્ધા સહેજ પણ ઓછી થઈ નહોતી.

ખેડૂત પરિવારમાં જન્મેલો મુકેશ સિંહ ચૌહાણ ચાર નાના ભાઈમાંથી સૌથી નાનો છે. સાતમી રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટમાં તેના કાકા શહીદ હનુમાન સિંહ સહિત 55 અન્ય સાથીઓ ભારત-પાક યુદ્ધમાં કુરબાન થયા હતા. શહીદ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદોની યાદને હંમેશાં તાજી રાખવા માટે શહીદ દિવસ પર 10 ડિસેમ્બર, 2009ના રોજ પોતાની પીઠ પર કાકા સહિત 55 શહીદોનાનામ લખાવ્યા હતા.

મુકેશ ચૌહાણનું નામ 2013માં લિમ્કા બુકમાં સામેલ થયું હતું. ચૌહાણે કહ્યું હતું કે દેશના શહીદોને સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસ અથવા શહીદ દિવસ પર યાદ કરવામાં આવે છે, પરંતુ તેણે પીઠ પર શહીદોના નામ ત્રોફાવીને હંમેશાં તેમની યાદ દિલમાં રાખી છે.

Previous articleશનિદેવની મૂર્તિ કેમ કાળી જ હોય છે ? શા માટે શનિદેવ ધીમે ચાલે છે ? જાણો આ પૌરાણિક કથા દ્વારા
Next articleહનુમાનજીના આ મંદિરમાં અકબરને પણ નમવું પડ્યું, રોચક અને રસપ્રદ છે આ મંદિરની કહાની