Homeસ્ટોરીભારત-પાક યુદ્ધ સમયે ટ્રક લઈને પાકિસ્તાનમાં ઘુસી જનાર આ દેશભક્ત ટ્રક ડ્રાઇવરની...

ભારત-પાક યુદ્ધ સમયે ટ્રક લઈને પાકિસ્તાનમાં ઘુસી જનાર આ દેશભક્ત ટ્રક ડ્રાઇવરની સાહસ કથા જાણીને ચોંકી જશો.

વર્ષ 1965 હતું, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે ભારતીય સેનાએ 6 સપ્ટેમ્બર 1965 માં પશ્ચિમી મોરચા પર આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતી વખતે આ યુદ્ધની શરૂઆત કરી હતી. જો કે, આ યુદ્ધને તે દરજ્જો આપવામાં આવ્યો નથી જે 1971 ના યુદ્ધને અથવા 1962 માં ભારત-ચીન યુદ્ધને આપવામાં આવે છે. કારણ કે આ યુદ્ધમાં ન તો કોઈ દેશ હાર્યો હતો અને ન કોઈ દેશ જીત્યો. કારણ કે બંને દેશો હજી પણ માને છે કે આપણે જીત્યા.

જો કે, આ યુદ્ધ સાથે જોડાયેલી એક કથા છે, જે વાંચીને દરેક ભારતીય ગૌરવ અનુભવશે. કારણ કે જ્યાં એક તરફ ભારતીય સેનાએ દરેક યુદ્ધની જેમ આ યુદ્ધમાં પણ હિંમત અને જે સાહસીકતા દર્શાવી હતી. આ યુદ્ધ દરમિયાન, એક એવી ઘટના બની હતી, જે દરેક ભારતીયએ જાણવી જોઈએ.

એ સમયની વાત છે જ્યારે ભારતીય સૈન્ય પાકિસ્તાન પર આક્રમણ કરવા જઇ રહ્યું હતું. તે દરમિયાન, સેનાએ પંજાબથી દિલ્હી જઇ રહેલી એક ટ્રકને અટકાવી હતી. આ ટ્રકમાં ઘઉંની બોરીઓ ભરેલી હતી. સૈનિકોએ ટ્રક ડ્રાઈવરને કહ્યું કે પાકિસ્તાન સામેની લડતમાં અમને તમારી મદદની જરૂર છે. આ સાંભળીને ટ્રક ડ્રાઇવરે ટ્રકમાં ભરેલા તમામ ઘઉંની બોરીઓ ત્યાજ રોડ પર નાંખી દીધી હતી અને ટ્રક ડ્રાઈવર સૈન્ય સાથે પાકિસ્તાન તરફ જવા નિકળી ગયો, જ્યારે બોર્ડર પાર કર્યા બાદ ટ્રક પાકિસ્તાનની સીમમાં પ્રવેશી ગયો હતો. તે પછી, ટ્રકે પાકિસ્તાની સૈન્ય પર જે કહેર ફેલાવ્યો એ જાણીને દરેક જણ દાંત નીચે આંગળીઓ દબાવશે.

આ કોઈ જોકસ કે ઉપજાવી કાઢેલી વાર્તા નથી, આ એક વાસ્તવિકતા છે અને તે ટ્રક ડ્રાઈવરનું નામ કમલ નયન છે. તે સમયે ટ્રક નંબર PNR 5317 ટ્રકમાં ઘઉંની 90 થેલી ભરીને દિલ્હી જઇ રહ્યો હતો. તે દરમિયાન, સેનાની એક ટુકડીએ કમલને અટકાવ્યો અને તેમને કહ્યું, “ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે.” અમને તમારી ટ્રકની જરૂર છે. “

જે બાદ કમલે રસ્તાની બાજુમાં ટ્રકમાં ભરેલી બધી બોરીઓ કાઢી નાખી અને ટ્રકમાં સૈન્યનો દારૂગોળો લઇને સૈન્યની મદદ માટે નીકળી ગયો. આ સમય દરમિયાન, જ્યારે કમલ નયન પાકિસ્તાનના સિયાલકોટ સેક્ટરમાં સેના સાથે પહોંચ્યા હતા, ત્યાં બધે દુશ્મનોની સેના હતી. જે પછી કમલ નયન પાકિસ્તાની સૈનિકોની ઉપર ટ્રક ચડાવી દીધી હતી અને ફિલ્મોની જેમ ટ્રક લઈને જયા પાકિસ્તાની સૈનિકો હતા ત્યાં બધે ટ્રક ચલાવીને દુશ્મનોને ટ્રક નિચે કચડવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો. જ્યારે ટ્રક ઉભો રહી ગઈ ત્યારે પણ કમલએ હથિયારો દ્વારા ફાયરિગ અને બાદ માં દુશ્મનો ઉપર દારૂગોળો ફેંકી દીધો હતો.

જ્યારે યુદ્ધ વિરામ થયું અને કમલ નયન પાછો ફર્યો, ત્યારે એ હવે ટ્રક ડ્રાઈવર રહ્યો નહોતો, તે દેશના નાયકોમાંનો એક હતો, જેમણે ભારતીય સૈનિકોની સાથે, દેશ માટે સાહસ, હિંમત અને બહાદુરી દર્શાવી હતી.

કમલ નયન કહે છે કે કેટલીકવાર વ્યક્તિ બહારના લોકો પર જીત મેળવે છે, પણ પોતાના લોકો સાથે હારે છે. એ સમયે કમલે ભારતીય સૈનિકોને મદદ કરી હતી. તેમની બહાદુરી અને હિંમત જોઈને ભારત સરકારે તેમને સૈન્યનું શ્રેષ્ઠ સન્માન એવુ અશોક ચક્રથી નવાજવામાં આવ્યા હતા અને એ સમયે સરકારે જાહેરાત કરી હતી કે સરકારે તેમને 15 લાખ રૂપિયા રોકડ અને વર્ષે 70 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ દુર્ભાગ્યે સરકારે આપેલું એ વચન સરકાર ભૂલી ગઈ.

જેના કારણે કમલ કહે છે, “તે સમયે પાકિસ્તાની સૈન્ય મારી સામે ઉભું હતું અને હું યુદ્ધના મેદાનમાં હતો. મને કોઈ નો ડર નહોતો. પરંતુ, હવે પાંચ દાયકાથી વધુનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ સરકાર તેના વચનો પર ખરી નથી ઉતરી એટલે હવે મને લાગે છે કે હું હવે હારી ગયો છુ.”

કમલ નયન એમની જિંદગી વિશે વાત કરતા પણ કહે છે, ‘એક સમય હતો જ્યારે હું ત્રણ મહિના સુધી મારું ઘર અને પરિવાર છોડીને, હું દેશ માટે લડતો રહ્યો, જેના માટે સરકારે મારું સન્માન કર્યું, પરંતુ સરકાર સુવિધાઓ અને ઇનામના પૈસા આપવાનું ભૂલી ગઈ હતી, આ જ કારણે આજે પણ હું દેશના ઘણાં સરકારી વિભાગો અને સરકારી બાબુઓની ઓફિસમાં ચક્કર લગાઉ છું. હું હવે થાકી ગયો છું. આ મામલે હું કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને મળવા ગયો હતો, પરંતુ ત્યાંના સ્ટાફનું વલણ અને તિરસ્કાર ભર્યો વ્યવહાર જોઇને હું ગડકરીને મળ્યા વગર પાછો આવ્યો. “

સ્વાભાવિક છે કે, સરકાર આ બહાદુર સૈનિકને ભૂલી શકે છે, સરકાર તેના વચનોને ભૂલી શકે છે. પરંતુ આપણે નહી, તેથી જ આપણે આ વીર સૈનિક 1965 ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કહીએ છીએ, જેની હિંમત અને સાહસ આજે પણ દરેક ભારતીય માટે એક ઉદાહરણ રૂપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments