આજે અમે એવી સફળતાની વાર્તા લાવ્યા છીએ જે તમારા હૃદયને ઉત્તેજનાથી ભરી દેશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) માં સફળતા મેળવી ભારતીય વહીવટી સેવા અધિકારી અથવા ભારતીય પોલીસ સેવા અધિકારી બનવા માટે યુવાનો પોતાની જાન આપી દે છે. આજે અમે તમને આવી જ એક વાર્તા જણાવી રહ્યા છીએ.
આ કહાની “સફિન હસન”ની છે. સફિને યુપીએસસી પરીક્ષામાં 570 રેન્ક મેળવ્યો અને માત્ર 22 વર્ષની ઉંમરે ભારતીય પોલીસ સેવા અધિકારી બન્યો. તે કેટલીક રાતે જમ્યો પણ ન હતો. સફિન હસને આવી ઘણી મુશ્કેલીઓને હરાવીને પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. ચાલો તેમના વિશે જાણીએ…
“સફિન હસન” ગુજરાતના સુરત જિલ્લાનો રહેવાસી છે. તેના માતાપિતા ડાયમંડ યુનિટમાં કામ કામ કરે છે. જયારે તે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે તે શાળામાં કલેક્ટર આવ્યા હતા તો બધા જ તેને સન્માન આપી રહ્યા હતા. સફિન આ સમયે આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ઘરે આવીને સફિને તેના માસીને કલેકટર વિષે પૂછ્યું, ત્યારે તેના માસીએ કહ્યું કે, કલેક્ટર જિલ્લાનો એક રાજા હોય છે. સારું શિક્ષણ મેળવી કલેક્ટર બની શકાય છે. ત્યારથી જ સફિને કલેક્ટર બનવાનું નક્કી કર્યું.
સફિન હસને જણાવ્યું કે, વર્ષ 2000 માં તેનું એક ઘર બનાવતા હતા. તેના માતાપિતા દિવસમાં મજૂરી કરતા અને રાત્રે તેના મકાન બનાવવાનું કામ કરતા હતા. તે સમયે, મંદીના કારણે, તેના માતાપિતાને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેના પિતાએ ઘર ચલાવવા અને બાળકોને ભણાવવા માટે ઘરમાં ઇલેક્ટ્રિશિનનું કામ શરૂ કર્યું અને તેની સાથે-સાથે રાત્રે બાફેલા ઇંડા અને કાળી ચા (બ્લેક ટી) વેચવાનું પણ શરૂ કર્યું.
સફિન હસનની માતા લોકોના ઘરે ઘરે જઈ રોટલી બનાવવાનું કામ કરતા હતા. તે કેટલાય કલાકો સુધી રોટલી બનાવતા હતા. સફિન હસન તેમના માતાપિતાના આ સંઘર્ષને જોઈને, હંમેશાં વિચારતો હતો કે માતાપિતા માટે કંઈક કરવું છે. સફિન હસનને નાનપણથી જ વાંચન કરવાનું પસંદ હતું.
તેમણે પ્રાથમિક અભ્યાસ સરકારી શાળામાં કર્યો હતો. જ્યારે હસન 10 માં ધોરણમાં 92 ટકા આવ્યા ત્યારે તે સાઇન્સમાં ભણવા માંગતો હતો. હસન કહે છે કે, તે વર્ષે તેમના જિલ્લામાં એક નવી પ્રાથમિક શાળા ખુલી રહી હતી, જેમાં ખૂબ વધારે ફી હતી. પરંતુ સારા પરિણામના કારણે તેની અડધાથી વધુ ફી માફ થઈ ગઈ હતી. તેણે 11 મા ધોરણમાં અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. હસન તેના ભણતર ખર્ચ માટે રજાઓમાં નાના બાળકોને ભણાવતો હતો. યુપીએસસીના પ્રથમ પ્રયાસ વખતે તેનું અકસ્માત થયું હતું. તો પણ તે પરીક્ષા આપવા ગયો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આખરે તેને યુપીએસસી પરીક્ષામાં સફળતા મળી. દેશના આ સૌથી યુવા આઈપીએસ અધિકારીની નિમણૂક જામનગરમાં કરવામાં આવી છે.