જાણો, દેશની સૌથી ધનિક મહિલા વિષે, જે 70 વર્ષની ઉંમરે પણ કરે છે 52000 કરોડની કંપનીનું નેતૃત્વ.

દિલધડક સ્ટોરી

જ્યારે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની વાત કરવામાં આવે છે, ત્યારે ટાટા, બિરલા અને અંબાણી જેવા નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ભારતના સૌથી ધનિક લોકોમાં મોટા ભાગના પુરુષો છે. પરંતુ, આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દેશની સૌથી ધનિક મહિલા છે. 70 વર્ષની આ મહિલા આજે દેશના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક ઉદ્યોગ “જિંદલ”નું નેતૃત્વ કરે છે.

આ વાત 7.1 અબજ ડોલર એટલે કે 52,000 કરોડ રૂપિયાથી પણ વધુ સંપત્તિની માલિક “સાવિત્રી જિંદલ” વિશે છે, જે દેશની પ્રખ્યાયત સ્ટીલ કંપની જિંદલની અધ્યક્ષ છે. હિસારમાં આવેલી ‘જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ’ (જેએસપીએલ) કંપની સ્ટીલ અને ઉર્જા કંપની છે. ભારતની આ કંપની સ્ટીલ, વીજળી, ખાણખોદકામ, તેલ, ગેસ અને માળખાગત સુવિધાઓમાં અગ્રેસર છે. જિંદલ કંપનીની સ્થાપના સાવિત્રી જિંદલના પતિ ઓમપ્રકાશ જિંદલે કરી હતી.

વર્ષ 1952 માં કોલકાતા નજીક લિલુઆ નામના સ્થળે આવેલી પાઇપ અને સોકેટ્સ બનાવવાની એક નાની ફેક્ટરીમાંથી જિંદલ લિમિટેડ કંપનીનો ઉદ્દભવ  થયો હતો. ટાટા અને કલિંગ કંપની ભારતની પછી આ ત્રીજી શ્રેષ્ઠ કંપની હતી. આ સિદ્ધિને કારણે ઓમ પ્રકાશ જિંદલ પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતમાં લોકપ્રિય બન્યા.

થોડા વર્ષો સુધી કામ કર્યા પછી, વર્ષ 1960 માં, તેઓ તેમના વતન ‘હિસાર’માં આવ્યા અને અહીં પણ એક ઉદ્યોગ સ્થાપ્યો. તેમણે કુલ 34 ઔદ્યોગિક એકમો સ્થાપિત કર્યા છે, જેમાંથી 30 એકમો ભારતમાં, 3 અમેરિકામાં અને 1 એકમ ઇન્ડોનેશિયામાં આવેલ છે.

‘મૈન ઓફ સ્ટીલ’ તરીકે ઓળખાતા ઓમ પ્રકાશ જિંદલને તકનીકી અને એન્જિનિયરિંગના કાર્યમાં ખૂબ જ રસ હતો. તેમ છતાં તેમણે તકનીકી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે શિક્ષણ મેળવ્યું નહોતું, પરંતુ આ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છાને કારણે તે એક સફળ ઉદ્યોગપતિ બન્યા.

ખેડૂત પરિવારમાં જન્મેલા ઓમપ્રકાશે ખેતીથી જ પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી, પછી એક સામાન્ય ઉદ્યોગપતિ બન્યા અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ બન્યા. વર્ષ 2005 માં હવાઈ દુર્ઘટનામાં ઓમ પ્રકાશ જિંદલનું મૃત્યુ થયું, ત્યાર બાદ તેની પત્ની સાવિત્રી દેવી જિંદલ અને તેના ચાર પુત્રો – પૃથ્વી રાજ જિંદલ, સજ્જન જિંદલ, રતન જિંદલ અને નવીન જિંદલએ આ કંપનીનું કાર્ય સંભાળ્યું. 

જિંદલ ઉદ્યોગનું મુખ્ય કાર્ય સ્ટીલ સંબંધિત છે, અને તેના અન્ય કર્યો પાઇપ્સ, કાર્બન સ્ટીલ, સ્ટેઈનલેસ સ્ટીલ, રેલ અને ઉર્જા એમ ચાર વર્ગોમાં વહેંચાવામાં આવ્યા છે. પિતાની જેમ આજે ચારેય પુત્રોને દેશના સફળ ઉદ્યોગપતિ માનવામાં આવે છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરેલી સૌથી ધનિક ભારતીય મહિલાની યાદીમાં ‘સાવિત્રી જિંદલ’ 20 મા સ્થાને છે અને મહિલાઓની યાદીમાં પ્રથમ ક્રમે છે. 36 વર્ષથી સાવિત્રી જિંદલ વિશ્વની એક અગ્રણી કંપનીનું નેતૃત્વ કરે છે. તેમની કાર્યક્ષમતા અને નેતૃત્વ લોકો માટે પ્રેરણાદાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *