Homeધાર્મિકદેવાયત પંડિતની આગમવાણી, જે હાલના સમયને જોતા સાચી પડી રહી હોય તેવું...

દેવાયત પંડિતની આગમવાણી, જે હાલના સમયને જોતા સાચી પડી રહી હોય તેવું લાગે છે.

“દેવાયત પંડિત દાડા દાખવે દા’ડા દાખવે,

સુણી લ્યોને દેવળદે નાર પણ મે નિયરે,

જૂઠ લગાડ મારા ગુરુજી આગમ પાખ્યા,

લખ્યા ભાખિયા ઓહી દિન આવસે”.

( હે દેવલદે આપણા ગુરુજી ની કૃપા આપણા પર છે. આગમનાએધાણ છે તું સાંભળ કળિયુગમાં એવા સમયો આવશે.)

“તીર ટાંકલા તોલાહી ઘવ ઘેઘરા ધણમા વખી”

( પાણી પડી કે વેચા સે અનાજ અગાઉ ત્રાજવે તોલાશે.)

“ન્યાતા પણ નાતી નાત્રાઓશી

કુંવારી કન્યા બાલ હલરાવી અસલ જાત જુટલા નવાસી”

(જાતિ પ્રજાતિમાં લગ્ન થશે કુવારી કન્યા ને બાળક થશે. અસલ જાતી સ્ત્રી સૌભાગ્યમાં હશે તો પણ તો પણ પોતાના ધણીને છોડીને બીજા ધણી નો ચુડલો પહેરે છે.)

“જેવ્યે દેવતા રેશી હિંગટે દિવા દિક્ષે

બિના બરદે હર હાલી બિના ધોડીએ નીર નીકડસે

દેવાયત પંડિત દાડા દાખવે”

(અગ્નિદેવ પેહરણના ખીસ્સામાં રહે છે એટલે કે માચીસ રૂપી અગની કાપડ ના ખીસ્સામા રહેસે વિના બરદિયા એ હળ હાલશે વિના બળદિયા કૂવામાંથી નીર નીકળશે એટલે કે કોષ અને બળદોની જરૂર નહીં રહે. એનો અર્થ એ છે કે વિદ્યુતથી ચાલતા યંત્રોથી કૂવામાંથી પાણી કાઢવામાં આવશે અને હિંગટે એટલે કે થાંભલા અને દોરડા પર દીવા જલસે.)

“દેવાયત પંડિત દાડા દા’ડા દાખવે સુણી લ્યોને દેવળદે,

સતીનાર આપણા ગુરૂએ આગમ ભાખિયા જુઠડાં નહિ રે લગાર,

લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે”.

(દેવાયત પંડિત ભવિષ્યવાણી દેવલ દે નાર ને સમજાવે છે કે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરૂની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે.)

“પહેલા પહેલા પવન ફરુકશે નદીએ નહિ હોય નીર,

ઓતર થકી રે સાયબો આવશે મુખે હનમો વીર”

(પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે.પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાયબો આવશે. અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે. નકળંગ અવતાર અર્થાત્ તેને કલ્કી રૂપે વિષ્ણુ ભગવાનના અવતાર થશે તેવું માનવામાં આવે છે. તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે.)

“ધરતી માથે રે હેમર હાલશે સુના નગર મોઝાર,

લખમી લુંટાશે લોકો તણી નહિ એની રાવ ફરિયાદ”

(ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર શું થવાનું છે લોકોને લક્ષ્મી રૂંધાવા લાગે છે, છતાં કોઇ રોકે ફરિયાદ થઇ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી બંનેના લક્ષ્મી દ્વારા સંકેત છે. અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે છતાં કોઇ ફરિયાદ સાંભળવા તૈયાર નથી.આવા દિવસો તો આવી જ ગયા છે.)

“પોરો રે આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે ભોગ,

કેટલાક ખડગે સંહારશે કેટલાક મરશે રોગ”

(તેઓ કહે છે કે સંતો પણ બાપનું આશરો લેશે અને ધરતી ફુક મારવા મળશે. ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિ નો સંહાર કરવા લાગશે ,યુદ્ધ થશે ઘણા રોગોથી મૃત્યુ પામ્યા લાગશે પામવા લાગે છે.)

“ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન,

અસલજાદી ચુડો પહેરશે એવા આગમના એંધાણ”

(પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓને કોઈ કિંમત રહેશે નહીં, કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અભિપ્રેત છે, જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે આવા ભવિષ્યના એંધાણ પંડિતજીએ દેખાઈ રહ્યા હતા.)

“કાંકરિયા એ તળાવે તંબુ તાણશે સો સો ગામની સીમ,

રૂડી દીસે રળિયામણી ભેળા અરજણ ભીમ”

(કહે છે કે કલકીઅવતાર કાંકરિયા તળાવે તંબુ તાણશે, યુદ્ધ માટે અર્જુન અને ભીમ સાથે આવશે, આવા દિવસો આવશે કે કલકીઅવતાર સીધા કાંકરિયા કાંકરિયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરશે.)

“જતી સતી અને સાબરમતી હોશે શુરાના સંગ્રામ ,

કાયમ કાળીંગાને મારશે નકળંક ધરશે નામ”

( યોગીઓને સતીઓ પોતાના યોગ અને સતી પ્રમુખશે અને સાબરમતીના કિનારે થશે, શુરાઓના સંગ્રામ જે કાળા કામ કરનારા છે, તેવા કાળીંગાઓ દુષ્ટો ને મારે છે અને તેનુ નામ હસે નકળંગ.આવા દિવસો આવસે કે નકળંગ નામે આવનાર ખોટા કામ કરનારને સજા આપશે.)

“ઓતર થકી સાયબો આવશે આવે મારા જુગનો જીવન કળિયુગ, ઉથાપી સતજુગ થાપશે એવું બોલે દેવાયત પીર”

( ઉત્તર દિશામાંથી કલ્કિ ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતયુગ ની સ્થાપના કરશે, આવા લેખાજોખા દેવાયત પીર કરી રહ્યા છે.)

મહાન સંત દેવાયત પંડીતની સમાધી ગુજરાતના મોડાસા બાજકોટ ગામમા દેવરાજ ધામ મંદિરમાં આવેલી છે…જય અલખધણી

સંપાદક અને લેખક:-પ્રજાપતિ તુષાર “ઝાકળ”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments