ધાધર, ખરજવું અને ખંજવાળ એ એક પ્રકારના ચેપી રોગો છે. આવા ચેપી રોગો હાથ, પગ, ગળા અથવા શરીરના આંતરિક ભાગોમાં ક્યાંય પણ થઈ શકે છે. ધાધર દેખાવામાં વાગેલા ઘા જેવી લાગે છે અને તેનાથી આપણી ત્વચા લાલ કે બ્રાઉન રંગની થઈ જાય છે. આ સમસ્યા કોઈપણ વ્યક્તિને થઇ શકે છે. આ ચેપી રોગ હોવાથી તે ઝડપથી ફેલાય છે. જો તેની દવા લેવામાં ન આવે તો તેમાં રસી પણ થઈ શકે છે. તેથી આ ગંભીર રોગની સારવાર ઝડપથી કરવી જોઈએ. આ માટે, ઘણા પ્રકારની દવાઓ પણ આવે છે, પરંતુ આજે અમે તમને આ રોગ દૂર કરવાના ઘરેલૂ ઉપાય વિષે જણાવીશું.
ખરેખર, ધાધરની સમસ્યા સામાન્ય છે અને કેટલીકવાર તે ઝડપથી મટી પણ છે. પરંતુ પછી તે ફરીથી પણ થાય છે. આ માટે બજારમાં અનેક પ્રકારના ક્રિમ મળે છે, જે પાંચ-સાત દિવસમાં ધાધર મટાડવાનો દાવો કરે છે, પરંતુ ઘણીવાર આ દાવા ખોટા સાબિત થાય છે. આ કિસ્સામાં, અમે તમને ઘરેલુ અસરકારક ઉપાય વિશે જણાવીશું. ગલગોટાનું ફૂલ અને તેના પાન ધાધરની સમસ્યામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. તો ચાલો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિષે જાણીએ.
ગલગોટાના ફૂલનો ઉપયોગ ફક્ત ભગવાનની ઉપાસના અને સુશોભન માટે જ નથી થતો, પરંતુ તે ધાધર, ખરજવું અને ખંજવાળ જેવા રોગો માટે રામબાણ ઈલાજ છે. ગલગોટામાં ઘણા એન્ટી ફંગલ અને એન્ટિ-એલર્જિક ગુણધર્મો છે જે ધાધર, ખરજવું અને ખંજવાળ જેવી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરે છે. જો તમને લાંબા સમયથી ખંજવાળની સમસ્યા હોય છે, તો પછી આ ઉપાય ખૂબ ફાયદાકારક છે.
ગલગોટાના ફૂલની પાંખડી અથવા તેના છોડના પાનને પહેલા પાણીમાં નાખી ઉકાળો. પછી આ પાણીને ઠંડુ થવા દો. હવે તમારા શરીરમાં જ્યાં ખંજવાળ આવે છે ત્યાં આ પાણી લગાવો. થોડા સમય સુધી તેને રહેવા દો. પછી સ્વચ્છ પાણીથી તે ભાગને સારી રીતે સાફ કરો.
તમે બીજી રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો. ગલગોટાના ફૂલનો રસ કાઢો. અથવા તેને પીસીને પેસ્ટ બનાવો. હવે તેને ધાધર ખરજવું કે ખંજવાળ આવતી હોય તે ભાગ પર લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય પછી, તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા સાત દિવસ સુધી કરવાથી ધાધર, ખરજવું કે ખંજવાળની સમસ્યા દૂર થાય છે.