Homeધાર્મિકઆ કારણે ધનતેરશના દિવસે સોનું ન ખરીદવું જોઈએ, જાણો ધનતેરશ શું છે...

આ કારણે ધનતેરશના દિવસે સોનું ન ખરીદવું જોઈએ, જાણો ધનતેરશ શું છે ?

હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર આસો વદ તેરસ એટલે ધનતેરસ. અને ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી તેમના હાથમાં સુવર્ણ કળશ લઈને સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થયા હતા તેવી માન્યતા છે. એટલે ખરેખર આ ધન્વંતરી તેરસ છે ધનતેરસ નહિ.

ધન્વંતરીએ કળશમાં ભરેલ અમૃતથી દેવતાઓને અમરત્વ પ્રદાન કર્યું હતું. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ધન્વંતરી દેવતાઓના વૈદ્ય છે અને તેમની ભક્તિ તેમજ પૂજાથી આરોગ્યસુખ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે, મતલબ એમનો સપંર્ક રાખવાથી એમની સલાહ સૂચનને અનુસરવાથી આરોગ્ય પ્રાપ્ત થાય. સંસારમાં રહેલા રોગ, બીમારી અને પીડાનો નાશ કરી વિશ્વમાં ચિકિત્સા અને તબીબી સારવારનો વિસ્તાર અને પ્રસાર માટે જ ભગવાન વિષ્ણુએ ધનવંતરીનો અવતાર લીધો હતો એવી માન્યતા છે.

બીજી વાત કે “ધન” એટલે પૈસા, નાણું, રૂપિયા વગેરે અર્થ થાય છે પરંતુ આ ધન શબ્દ ગુજરાતી અને હિન્દી ભાષામાં વધુ વપરાય છે જ્યારે અન્ય ભાષામાં રૂપિયા માટે “ધન” શબ્દ વપરાતો નથી માટે બીજા રાજ્યોમાં હિન્દુઓ ધનતેરશની ઉજવણી કરે તો પણ ધન સાથે એને કાંઈ લેવાદેવા નથી. આમ ધનતેરશનો મુખ્ય સંબંધ ભગવાન ધન્વંતરીના પ્રાગટયની માન્યતા સાથે છે.

ટુંકમાં, ધનતેરસને અને ધનને ખાસ કાંઈ લેવાદેવા છે નહિ છતાંય “ધન”ના નામે ધનતેરશના દિવસે બધું દે…ધના…ધન ચાલ્યું આવે છે. અર્થકેન્દ્રી(મૂડીવાદી) સમાજ વ્યવસ્થાએ ધન કરતા પણ કિંમતી આરોગ્ય અને સ્વાસ્થ્યને સાઈડલાઈન કરીને ધનતેરશને ધન પુરતી મર્યાદિત બનાવી અને સોનુ ખરીદવાના અવળા રવાડે ચડાવી છે. લક્ષ્મી એટલે ધનની પૂજા માટે દિવાળીનો દિવસ છે જ. ખરેખર ધનપૂજા દિવાળીના દિવસે હોવી જોઈએ.

તમે તમારા લેવલ પ્રમાણેનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી તમામ સુખ, સુવિધા, હક્ક અને અધિકાર મેળવી શકો એટલા રૂપિયા તમારી પાસે હોય એ જરૂરી છે પણ પૈસા અને પૈસાવાળાની પાછળ દોટ મુકવી એ માનસિક અસ્થિર સમાજની નિશાની છે ત્યારે આ ધનતેરશના દિવસે સંકલ્પ કરો કે પૈસા અને પૈસાવાળા પાછળ ભાગવાના બદલે સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહીએ, નિરોગી રહીએ અને બિન્દાસ્ત જીવીએ.

લેખક:- Bhupendrasinh R Raol યુએસએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments