પૈસા કમાવવાના ઘણા ઉપાયો છે. પરંતુ દરેક લોકો એવું ઈચ્છે છે કે, ઉપાય સરળ હોય અને તેમના દ્વારા થઈ શકે તેવો હોય. તો આજે અમે તમને ધન કમાવવાના ખૂબ જ સરળ ઉપાયો વિષે જણાવીશું, જેમાંથી તમે કોઈપણ એક ઉપાયને તમારી અનુકૂળતા મુજબ અપનાવી શકો છો. ફક્ત તમારે આ ઉપાયનું નિયમિતપણે પાલન કરવાનું રહેશે.
– દરરોજ શિવલિંગ પર જળ, બિલપત્ર અને અક્ષત (ચોખા) અર્પણ કરો.
– દરરોજ મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુની ઉપાસના કરો.
– 1 અઠવાડિયામાં કોઈપણ એક દિવસ ઉપવાસ કરો. જો તમે સોમવારે ઉપવાસ કરશો તો સંપત્તિના કારક ચંદ્ર પ્રસન્ન થશે. જો તમે મંગળવારે ઉપવાસ કરશો તો બજરંગબલી, બુધવારે ઉપવાસ કરશો તો શ્રી ગણેશજી, ગુરુવારે ઉપવાસ કરશો તો વિષ્ણુ, શુક્રવારે ઉપવાસ કરશો તો માતા લક્ષ્મી, શનિવરે શનિદેવ અને રવિવારે ઉપવાસ કરશો તો સૂર્યદેવ પ્રસન્ન થશે અને તેમને ધન, સુખ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે.
– ત્રીજી આંગળીમાં સોના, ચાંદી અને તાંબાની વીંટી ફેરવી જોઈએ.
– સાંજે, નજીકના કોઈપણ મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ.
– પૂનમના દિવસે ચંદ્રની પૂજા કરવી જોઈએ.
– શ્રીસુક્તના પાઠ કરવા જોઈએ.
– શ્રી લક્ષ્મીસુક્તનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
– કનકધારા સ્તોત્રનો પાઠ કરવો.
– કોઈપણ વ્યક્તિ સાથે દુષ્ટ કર્યો કરવા જોઈએ નહીં.
– ધાર્મિકટાણું આચરણ કરવું જોઈએ.
– ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ, જેનાથી ધન હંમેશા તમારા ઘરમાં જ રહેશે.