Homeધાર્મિકધનતેરસના દિવસે માતા લક્ષ્મીની આ પાવન કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે સુખ...

ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની આ પાવન કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે સુખ અને સમૃદ્ધિ…

કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની તેરશની તિથિના દિવસે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. ધનતેરસના દિવસથી જ દીપોત્સવ એટલે કે દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસના દિવસે નવા વાસણો ખરીદવાની પરંપરા છે. મુખ્યત્વે આ તહેવાર પર ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનના ચૌદ રત્નોમાંના એક છે. તેથી ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે. લક્ષ્મીજી પાણીમાંથી ઉત્પ્ન્ન થયા હોવાને કારણે તે ચંચળ છે, તે એક જગ્યાએ રહેતા નથી. આને લગતી એક કથા છે. આ કથા ધનતેરસની પૂજા કર્યા પછી જરૂર વાંચવી જ જોઇએ. તો ચાલો જાણીએ માતા લક્ષ્મીની કથા વિષે…

એકવાર ભગવાન વિષ્ણુને મૃત્યુ લોકની મુલાકાત લેવાનો એટલે કે ધરતી પર ભ્રમણ કરવાનો વિચાર આવ્યો, તો માતા લક્ષ્મીએ  પણ તેમની સાથે આવવાનું કહ્યું. ત્યારે વિષ્ણુએ કહ્યું કે, જો તમારે મારી સાથે આવવું હોય, તો તમારે હું જે કહ્યું તે પ્રમાણે ચાલવું પડશે. લક્ષ્મીજી આ વાતથી સંમત થયા અને ધરતી લોકમાં આવ્યા. એક સ્થળે આવીને વિષ્ણુજી માતા લક્ષ્મીને કહ્યું કે, જ્યાં સુધી હું અહીં પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં જ રહો અને મારી રાહ જુઓ. આટલું બોલ્યા પછી વિષ્ણુજી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યા. 

માતા લક્ષ્મીના મનમાં એક ઉત્સુકતા જાગી કે, વિષ્ણુ તેની સાથે તેને કેમ ન લઈ ગયા. પછી માતા લક્ષ્મી પણ વિષ્ણુજીની પાછળ ગયા. રસ્તામાં માતા લક્ષ્મી સરસવના ખેતરો જોયા અને તેના પીળા ફૂલો જોઈને ખૂબ જ આનંદિત થઈ ગયા. ફૂલોથી શ્રુંગાર કર્યા પછી લક્ષ્મીજી આગળ ચાલ્યા. આગળ એક શેરડીનું ખેતર જોઇને તે ત્યાં ઉભા રહ્યા અને ખેતરમાંથી શેરડી લઈને શેરડી ખાવા લાગ્યા.

જયારે વિષ્ણુજીએ લક્ષ્મીજીને જોઈ ગયા ત્યારે તે ખૂબ ગુસ્સે થયા, તેણે લક્ષ્મીજીને કહ્યું કે તમે મારા આદેશોનું ઉલ્લંઘન કર્યું છે, અને ખેડૂતના ખેતરમાંથી શેરડીની ચોરી કરીને ખાધી છે, તેથી તમે અહીં ધરતી લોક પર 12 વર્ષ સુધી રહો અને ખેડૂતની સેવા કરો. આ કહ્યા પછી વિષ્ણુ પાછા ક્ષીરસાગર ગયા. માતા લક્ષ્મી ખેડૂતના ઘરે રહેવા લાગ્યા, જેનાથી તે સંપત્તિથી પરિપૂર્ણ થઈ ગયા. જ્

યારે 12 વર્ષ પૂરા થયા અને 13 મું વર્ષ શરૂ થયું, ત્યારે વિષ્ણુ લક્ષ્મીજીને લેવા આવ્યા, પરંતુ ખેડૂતે તેમને મોકલવાનો ઇનકાર કર્યો. ત્યારે વિષ્ણુએ ખેડૂતને સમજાવ્યા કે મારા શાપને કારણે લક્ષ્મીજી અહીં રહ્યા હતા. તેઓ ચંચળ છે તેથી તે એક જગ્યાએ રોકાતા નથી. પરંતુ ખેડૂતો તેમને મોકલવા માટે રાજી ન હતા. જે પછી લક્ષ્મીજીએ ખેડૂતને કહ્યું કે, કાલે તેરશ છે, તમારા ઘરની સાફ સફાઈ કરીને સ્વચ્છ કરો. પછી સાંજના સમયે ઘીનો દીવો પ્રગટાવીને મારી પૂજા કરો. અને એક તાંબાના વાસણમાં સિક્કા ભરીને તેને આખા વર્ષ સુધી રહેવા દેજો તેમાં હું નિવાસ કરીશ. લક્ષ્મીજીએ જે કહ્યું તેમજ ખેડૂતોએ કર્યું અને તેઓ ધન-સંપત્તિથી સમૃદ્ધ થઈ ગયા. તેથી કોઈપણ પણ વ્યક્તિ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરે છે, તેનું ઘર વર્ષભર ધન-સંપત્તિથી સમૃદ્ધ રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments