Homeધાર્મિકધનતેરસના દિવસે આ પાંચ વસ્તુઓ ખરીદવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ થાય છે પ્રાપ્ત...

ધનતેરસના દિવસે આ પાંચ વસ્તુઓ ખરીદવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ થાય છે પ્રાપ્ત અને ઘરમાં આવે છે ધન, સંપત્તિ…

હિન્દુ પૌરાણિક કથા અનુસાર ભગવાન ધનવંતરીનો જન્મ ધનતેરસના દિવસે થયો હતો. સારા સ્વાસ્થ્ય માટે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વર્ષભર સારું સ્વાસ્થ્ય રહે છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકાય છે. 

આ દિવસે સોના અને ચાંદીના ઝવેરાતની ખાસ ખરીદી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે કોઈ પણ શુભ વસ્તુની ખરીદી કરવાથી તેમાં તેર ગણો વધારો થાય છે. ધનતેરસના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓની ખરીદી કરવાથી દેવી લક્ષ્મીને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન સંપત્તિ આવે છે. તો ચાલો જાણીએ ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ.

તમારા અને પરિવારના બધા સભ્યો પર ધનવર્ષાના આશીર્વાદ મેળવવા માટે ધનતેરસ પર પારદ શ્રી યંત્ર ખરીદવું જોઈએ. આ યંત્રને કારણે ઘરમાં ધન, સંપત્તિ અને ખુશીઓ આવે છે. આ પારદ શ્રીયંત્રને કોઈ પંડિતના ઘરે, ઓફિસ અને લોકરમાં સ્થાપિત કરો. આ ઉપરાંત તમે ધનતેરસના દિવસે શ્રી ધન વર્ષા યંત્ર, કુબેર યંત્ર અને મહાલક્ષ્મી યંત્ર પણ ખરીદી શકો છો.

ધનતેરસ પર સોના અને ચાંદીના સિક્કા અને આભૂષણો જરૂર ખરીદવા જોઇએ. આ ઉપરાંત, ચાંદીના વાસણો પણ ખરીદી શકાય છે. દિવાળીના દિવસે લક્ષ્મી ગણેશ પૂજા દરમિયાન ધનતેરસના દિવસે ખરીદેલા આ સોના-ચાંદીના સિક્કા, વાસણો અને આભૂષણોની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને શુભતા આશીર્વાદ આપે છે.

ધનતેરસના દિવસે માતા લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદવી જોઈએ. દિવાળીના એક દિવસ પહેલા ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ગણેશની મૂર્તિ ઘરે લાવવાની પરંપરા છે. પછી દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિની પૂજા-અર્ચના કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ, સંપત્તિ આવે છે.

ધનતેરસના દિવસે ધાણાના બીજ (સૂકા ધાણા) ખરીદી અને દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનમાં તેનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂકા ધાણા માતા લક્ષ્મી ગણેશજીની પૂજામાં અર્પણ કરવા જોઈએ. માતા લક્ષ્મી અને ગણેશજીને અર્પણ કરેલા ધાણાને તિજોરીમાં મૂકી દેવા. આમ કરવાથી ઘરમાં ધન, સંપત્તિ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments