હોલિકા દહનના આગલા દિવસને કેમ કહેવામાં આવે છે ઘુળેટી ? તેના પાછળનું કારણ છે રસપ્રદ

190

હોળીના તહેવારને ભારતભરમાં ખૂબ ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. લોકો એક બીજા પર અબીલ ગુલાલ અને રંગ છાંટીને આ પર્વ ઉજવે છે. આ તહેવાર ઉમંગ અને ઉત્સાહને દર્શાવે છે. દરેક વર્ષે ફાગણ માસની પૂનમ તિથિએ હોલિકા દહન કરવામાં આવે છે અને તેમના આગલા દિવસે કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિને રંગવાળી હોળી મનાવવામાં આવે છે. આ વખતે 28 માર્ચ 2021ના રોજ હોલિકા દહન કરવામાં આવશે અને 29 માર્ચ 2021ના રોજ હોળીનો પર્વ મનાવવામાં આવશે. જેમને રંગ વાળી હોળી અથવા ધુળેટી કહેવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે રંગવાળી હોળીને ધુળેટી કેમ કહેવામાં આવે છે, અને આ પરંપરા ક્યાંરથી શરૂ થઈ.

આ ધુળેટી ના દિવસે રંગોથી ખેલતા પૂર્વે જાણી લો કયો રંગ છે તમારી રાશિ માટે શુભ - Moje Mastram

હોલિકા દહનના આગલા દિવસે ધુળેટી માનવામાં આવે છે. આ દિવસે લોકો ખુશખુશાલ પાણી અને હોળી રમે છે. ધુળેટીને ઘુરટ્ટી, ધુરરમત, ધૂળીવંદન વગેરે નામથી ઓળખવામાં આવે છે. આજના સમયમાં ધુળેટીનો તહેવાર એક બીજા પર રંગ અને અબીલ ગુલાલ છાંટીને ઉજવામાં આવે છે, પરંતુ પહેલાના સમયમાં ધુળેટીનો તહેવાર ખૂબ જ અલગ રીતે મનાવવામાં આવતો હતો. આ જ પરંપરાના નામ પર આ દિવસને ધુળેટી કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ત્રેતાયુગના આરંભમાં ભગવાન વિષ્ણુ ધૂળીવંદન કર્યાં કરતાં હતાં. ત્યારથી દિવસ ધૂળીવંદન એટલે એક બીજા પર ધૂળ લગાવવાની પરંપરા શરૂ થઈ. એક બીજા પર ધૂળ લગાવવાના કારણ જ આ દિવસને ધુળેટી કહેવામાં આવે છે.

જૂના સમયમાં લોકો જ્યારે એક બીજા પર ધૂળ લગાવતા હતાં તો તેને ધૂળિ સ્નાન કહેવામાં આવતું હતું. આજે પણ કેટલાક સ્થળો પર ખાસકરીને ગામોમાં લોકો એક બીજા પર ધૂળ વગેરે લગાવે છે. પહેલાના સમયમાં લોકો શરીર પર ચિકણી તથા મુલ્તાની મિટ્ટી પણ લગાવતા હતાં. આ ઉપરાંત પહેલાના સમયમાં આ દિવસ ધૂળ સાથે કેસૂડાના ફૂલના રસથી બનેલા રંગનો ઉપયોગ કરતાં હતાં અને રંગપંચમી પર અબીલ ગુલાલથી હોળ રમતા હતાં. વર્તમાન સમયમાં ધુળેટીનું રૂપ બદલાય ગયું છે, લોકો આ દિવસ પણ રંગપંચમીના ઉત્સવની જેમ જ રંગોથી ઉત્સવ માનવે છે.

Holi 2020: રાજનેતાઓ હોળીના રંગમાં રંગાયા, આ મંદિરોમાં હોળીના પર્વની ઉજવણી - GSTV

ધુળેટી પર કેમ છે ગળે મળવાની પરંપરા
આ વિષયમાં કહેવામાં આવે છે કે જ્યારે ભક્ત પ્રહલાદને મારવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં તો હરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાથી મદદ માંગી. હોલિકાએ અગ્નિમાં ન સળગવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. તે પોતાના ભત્રિજા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્ત પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો અને હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. કહેવામાં આવે છે કે ભક્ત પ્રહલાદને બચવાની ખુશીમાં લોકો એક બીજાના ગળે મળ્યાં અને મીઠાઈઓ વહેચી. આ ઉપરાંત એકબીજાથી ગળે મળવાની પરંપરા હળીમળીને રહેવાનો સંદેશ આપે છે.

Previous articleચાણક્ય નીતિ: દુ:ખમાં કોઈને પણ ન કહેવી જોઈ આ ખાસ વાતો, નહીં તો ઉઠાવવું પડશે ભારે નુકસાન
Next articleશક્તિશાળી મિસાઈલ વાળા દેશ: જાણો તે 5 દેશો વિશે, જેની મિસાઈલ કોઈપણ શહેર ને…