અનોખી પરંપરા: અહીં દીકરીના લગ્નમાં દહેજમાં આપવામાં આવે છે 21 ઝેરીલા સાપ, તેના વગર નથી થઈ શકતા લગ્ન.

અજબ-ગજબ

પુત્રીના લગ્નમાં પિતા ઘરેણાં, પૈસા અથવા કારની ભેટ આપે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે, દહેજમાં ઝેરી સાપ પણ આપવામાં આવે છે. તમને આ જાણીને આશ્ચર્ય થશે. આપણા દેશમાં મધ્યપ્રદેશના એક સમાજમાં આ પ્રથા પ્રચલિત છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…

મધ્યપ્રદેશના ‘ગૌરીયા’ સમાજના લોકો તેમની પુત્રીના લગ્નમાં દહેજ તરીકે 21 ઝેરીલા સાપ આપે છે. આ સમાજમાં સદીઓથી આ પરંપરા ચાલુ છે. એવું માનવામાં આવે છે કે, જો આ સમુદાયનો કોઈ વ્યક્તિ તેની પુત્રીને દહેજમાં સાપ ન આપે તો તેની પુત્રીના ટૂંક સમયમાં છૂટાછેડા થઈ જાય છે.

એવું કહેવામાં આવે છે કે, પુત્રીના લગ્નનો નિર્ણય થતાં જ તેના પિતા તેમના જમાઈને ભેટ આપવા માટે સાપ પકડવાનું શરૂ કરે છે. તેમાં ગેહુઅન જેવા ઝેરી સાપ પણ હોય છે. અહીંનાં બાળકો ઝેરી સાપથી ડરતા નથી, તેઓ તેમની સાથે રમતા પણ જોવા મળે છે.

ખરેખર, આ સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય સાપને પકડવાનો છે અને તેઓ લોકોને ઝેરી સાપો બતાવીને પૈસા કમાય છે. આ કારણથી પિતા તેમની પુત્રીને દહેજમાં સાપ આપે છે, જેથી તે આ સાપ દ્વારા પૈસા કમાઈ શકે.

આ સમાજમાં સાપના રક્ષણ માટે નિયમો પણ બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે, જો સાપ તેની પેટીમાંથી મરી જાય, તો આખા પરિવારને મુંડન (ટકો) કરાવવું પડે છે. અને તેના સમાજના બધા લોકોને ભોજન કરવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *