Homeફિલ્મી વાતો૫૦ રૂપિયામાં એક રોલથી લઈને લોકપ્રિય ટીવી એક્ટર સુધી ની સફર 'તારક...

૫૦ રૂપિયામાં એક રોલથી લઈને લોકપ્રિય ટીવી એક્ટર સુધી ની સફર ‘તારક મહેતા’ ફેમ દિલીપ જોશીની કહાની…

સબ ટીવી પર પ્રસારીત થતો હીટ-ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) ના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક, દિલીપ જોશી તેની અભિનય કારકિર્દીમાં પોતાની મહેનત અને અભિનયથી ઘણા આગળ આવ્યા છે.

આ શોના તેમના પાત્ર ‘જેઠાલાલ’ તરીકે ખૂબ જ લોકપ્રિય છે, દેશભરમાં તેમના પ્રચંડ ચાહકો પણ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા – એક કોમેડી-ફેમિલી સિરીયલ છે, જે ગોકુલધામ નામની સોસાયટીમાં એક સાથે રહેતા વિવિધ સાંસ્કૃતિક અને વિવિધ રાજ્યના લોકોના જીવન પર આધારિત છે, દેશભરમાં તેના કરોડો ચાહક છે અને છેલ્લા એક દાયકાથી સફળતાપૂર્વક આ સિરીયલ ચાલી રહી છે.

શું તમે જાણો છો કે આ શોના સ્ટાર દિલીપ જોષીએ 1989 માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી? તાજેતરમાં જ, એક યુટ્યુબ ઇન્ટરવ્યુમાં, તેમણે કહ્યું હતું કે કેવી રીતે તેઓ એ ગુજરાતી થિયેટરમાં તેમની કારકિર્દી શરૂ કરી હતી અને એ શરૂઆત એટલી સરળ પણ ન હતી.

દિલીપ જોષીનો અભિનય ચોક્કસપણે એક મુખ્ય કારણ છે કે જેના લીધે આ શો પ્રચંડ લોકપ્રિય થયો છે.

સંઘર્ષ અને મહેનત પછી તેઓ અત્યારે એક એપિસોડ દીઠ આશરે 1.5 લાખ રૂપિયાની કમાણી કરે છે, અને 37 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે, સાથે આ શોમાં તે સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા પણ છે. તેમને ખાતરી છે કે લાંબી મજલ કાપવાની છે.

પરંતુ હવે તે જે સ્થાન પર છે એ યાત્રા આટલી સરળ ન હતી, આ સંઘર્ષ પછી મળેલી સફળતા છે અને આજે પણ સતત સફળતા જાળવી રાખવા સંઘર્ષ ચાલુ છે.

“મેં શરૂઆતના તબક્કામાં એક નાટય કલાકાર તરીકે પ્રારંભ કર્યો. કોઈ મને ભૂમિકા આપતુ ન હતું. મને રોલ દીઠ 50 રૂપિયા મળતા હતા. પણ પૈસા કરતા મને થિયેટરમાં કામ કરવાનું ચાલુ રાખવાનો જુસ્સો વધારે હતો. અને એ નાની-નાની ભૂમિકા એટલા માટે જ કરતો હતો કે ભવિષ્યમાં મોટી ભૂમિકા મળશે, અને કોઈ પણ ભોગે હું ફક્ત થિયેટરમાં વળગી રહેવા માંગતો હતો, ‘જોશીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

થિયેટર પ્રત્યેની તીવ્ર ઉત્તેજના વિશે યાદ કરતાં તેમણે કહ્યું કે, “પ્રેક્ષકોની નજર સામે જ મળતી જીવંત પ્રતિક્રિયા અમૂલ્ય છે. તમારી નજરની સામે તમારા ટુચકા પર હસતા 800 અથવા 1000 લોકો અમૂલ્ય છે. “

જોશીએ એ પણ સમજાવ્યું કે હવે તેઓ થિયેટરમાં કેમ કામ નથી કરી શકતા. “25 વર્ષથી વધુ સમયથી હું સતત ગુજરાતી થિયેટર કરી રહ્યો હતો. મારું છેલ્લું નાટક ડાયાભાઈ ડોઢડાયા હતું જે 2007 માં પૂરું થયું. 2008 માં, તારક મહેતાની શરૂઆત થઈ અને હવે અમે રવિવાર સહિત દરરોજ 12 કલાક શૂટિંગ કરીએ છીએ.

“થિયેટર માટે, મારે એક અલગ પ્રકારનાં શિસ્તની જરૂર હોય છે. મારી પાસે સપ્તાહના અંતે તેમ જ અઠવાડિયાના દિવસોમાં પણ શો હોય છે. તેથી થિયેટર અને ટીવી બંનેનું સંચાલન કરવું મુશ્કેલ બને છે. હું થિયેટરને ખૂબ જ યાદ કરું છું,” ભૂતકાળને યાદ કરતા દિલીપ જોષીએ કહ્યું.

દિલીપ અનેક ગુજરાતી નાટકોમાં દેખાયો છે. તેના અન્ય કેટલાક નોંધપાત્ર ટીવી શોમાં કોરા કાગઝ, કભી યે કભી વો, એફ.આઇ. આર., અગડમ બગડમ તિગડમ, અને બીજા ઘણા બધી…

દિલીપ જોશી એક વાર નહીં પરંતુ બે વાર શ્રેષ્ઠ અભિનેતા માટે પ્રતિષ્ઠિત આઈએનટી (ભારતીય રાષ્ટ્રીય થિયેટર) એવોર્ડ મેળવનાર કલાકાર છે.

નીચે કોમેન્ટમાં જણાવો તમને તેના પ્રેરણાદાયી જીવન વિશે શું વિચારો છો ? વઘારે સારી સ્ટોરી, સમાચાર અને દરેક નાની-મોટી અપડેટ મેળવા માટે લાઈક કરો આપણું આ પેજ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments