Homeફિલ્મી વાતોદીપિકા પાદુકોણ દર મહિને જમવા પાછળ કરે છે આટલો ખર્ચ, આંકડો જાણીને...

દીપિકા પાદુકોણ દર મહિને જમવા પાછળ કરે છે આટલો ખર્ચ, આંકડો જાણીને ચક્કર આવી જશે….

જ્યાં સુધી બોલિવૂડ સ્ટાર્સની વાત છે, તો તેઓ તેમની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. ખાવા પીવાથી લઈને કસરત સુધીની દરેક વસ્તુ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે. ભલે તેઓ શુટીંગ માટે ગમે તે સ્થળે હોય તો પણ તેમના માટે વ્યક્તિગત રસોઇયો એટલે કે શેફ અને ભોજન માટેની અલગ વ્યવસ્થા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડ સ્ટાર્સ આવી સેવાઓ મેળવા માટે કેટલા પૈસા ખર્ચ કરે છે?

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો ડાયટ ફિક્સ છે જો કે, દરેક ફિલ્મની જરૂરિયાત પ્રમાણે તેમનો ડાયટ બદલાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ સ્ટાર્સના ડાયેટની કિંમત કેટલી હોય છે? પર્સનલ ઓપ્ટિમાઇઝ ડાયેટ (પીઓડી) ના સ્થાપક અનમોલ સિંઘલની કંપની દીપિકા અને રણવીર જેવા અક્ષય કુમાર, અનિક કપૂર, સંજય દત્ત વગેરે સહિત ઘણા સ્ટાર્સના ખોરાકની સંભાળ રાખે છે.

આ કંપનીની સર્વિસ દર મહિને 90 હજારથી શરૂ થાય છે. આ 4 ટાઈમના પ્લાનની કિંમત છે. આ સિવાય, જો આ સ્ટાર્સ તેમની સેવા વધારવા અથવા તેમની ખોરાકમાં એક ટાઈમ ઉમેરવા માંગતા હોય, તો તેમની કિંમતમાં 10 હજાર રૂપિયાનો વધારો થાય છે. ઉપરાંત, જો સેલેબ્સ ઇચ્છતા હોય, તો તેઓ શૂટીગમાં તેમની સાથે શેફ પણ લઈ જઈ શકે છે. તેના માટે દરરોજ 12 હજાર રૂપિયા ચૂકવા પડે છે અને જે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તેનો ચાર્જ અલગથી વસૂલવામાં આવે છે.

અત્યારે દીપિકા પાદુકોણ આ સર્વિસનો લાભ લઈ રહી છે, જે જગ્યાએ શૂટિંગ હોય ત્યાં તે તેના શેફને સાથે લઈ જાય છે. એટલે કે, દીપિકા આ કંપનીની વિશેષ સર્વિસનો લાભ લઈ રહી છે અને તેના ભોજનમાં શું જમવું તેનું સંમ્પુર્ણ ધ્યાન આ શેફ રાખે છે અને તેમના શરીરની જરૂરીયાત મુજબ નક્કી કરે છે.

આ હિરો અને હિરોઈનો માટે તેમનો દેખાવ અને તેમનું શરીર જ મહત્વનું હોય છે એટલે તેમને આવી પ્રોફેશનલ કંપની પાસેથી તેમનો ડાયેટ ખોરાક લેતા હોય છે અને તેમના માટે આવો આહાર લેવો જરૂરી પણ છે. હાલમાં રણવીર સિંહ તેની આગામી ફિલ્મ 83 ની તૈયારી કરી રહ્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં છે અને દીપિકા તેની પત્નીની ભૂમિકામાં છે.

જો કે આ ફિલ્મ 10 એપ્રિલ, 2020 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે આ ફિલ્મની રીલીઝ તારીખ પાછળ ધકેલવામાં આવી હતી. આ ફિલ્મની નવી રીલીઝ તારીખ હજી જાહેર નથી કરવામાં આવી પણ જ્યાં સુધી દીપિકાની વાત છે, તે થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ છપાકમાં જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments